ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી જાહેર, 18 એપ્રિલે મતદાન અને 20 એપ્રિલે પરિણામો જાહેર થશે
રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની મહાનગરપાલિકાની ત્રીજી ચૂંટણી 18 એપ્રિલે યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકા ના 11 વોર્ડની 44 બેઠકો માટે રાજ્ય ચૂંટણી આયોગે આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. તમામ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીઓનો હવાલો આપીને રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીઓ જાહેર કરી છે. જથી જ ગાંધીનગર મહાનગરપાલિકામાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. રાજ્ય ચૂંટણીઆયોગના દાવા પ્રમાણે કોવિડ પ્રોટોકોલ અનુસાર ચૂંટણીઓ યોજાશે અને નિયમો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આ ચૂંટણીમાં 2,82, 988 મતદારો મતદાન કરશે.
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર : રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની મહાનગરપાલિકાની ત્રીજી ચૂંટણી 18 એપ્રિલે યોજાશે. ગાંધીનગર મહાનગરપાલિકા ના 11 વોર્ડની 44 બેઠકો માટે રાજ્ય ચૂંટણી આયોગે આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. તમામ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીઓનો હવાલો આપીને રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણીઓ જાહેર કરી છે. જથી જ ગાંધીનગર મહાનગરપાલિકામાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. રાજ્ય ચૂંટણીઆયોગના દાવા પ્રમાણે કોવિડ પ્રોટોકોલ અનુસાર ચૂંટણીઓ યોજાશે અને નિયમો ભંગ કરનાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આ ચૂંટણીમાં 2,82, 988 મતદારો મતદાન કરશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની આ ત્રીજી ચૂંટણી છે. આ પહેલાની બંને ચૂંટણીઓમાં રાજકીય તડજોડ જોવા મળી હતી. વર્ષ 2010માં ગાંધીનગર મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ 2011માં ચૂંટણી યોજાઈ હતી. 11 વોર્ડની 33 બેઠકો માંથી કોંગ્રેસને 18 અને ભાજપને 15 બેઠકો મળી હતી. શહેરના પ્રથમ મેયર તરીકે કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાણાએ સત્તા સંભાળી હતી જો કે 2.5 વર્ષની ટર્મ પુરી થયા પહેલા તેમણે બળવો કર્યો હતો અને 3 સભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા અને મહાનગરપાલિકા પર ભાજપનો કબજો થયો હતો. જો કે ત્યારબાદ સમગ્ર મેટર કાયદાકીય ગૂંચમાં પણ ફસાઈ હતી.
એપ્રિલ 2016માં યોજયેલી બીજી ચૂંટણી માં 8 વોર્ડની 32 બેઠકો માંથી બંને પક્ષોને 16-16 બેઠકો મળી હતી.જેના કારણે ટાઈ પડી હતી પરંતું કોંગ્રેસના પ્રવીણ પટેલે ભાજપનો સાથ આપ્યો અને મેયર બન્યા. સતત બીજી ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકા જોડતોડ થઈ હતી અને ભાજપે સત્તા મેળવી હતી. આ વખતે ત્રીજી ચૂંટણી માં ભાજપ બહુમતી મેળવવાની આશા સાથે ઉતરશે તો કોંગ્રેસ પણ વર્ષ 2011 ની ચૂંટણી ની જેમ બહુમતી મેળવવા કવાયત કરી રહી છે.
ચૂંટણી ના કાર્યક્રમ પર નજર કરીએ તો...
* 27 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થશે
* 1 એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ
* 3 એપ્રિલ ઉમેદવારી પત્રોની ચકાસણી
* 5 એપ્રિલ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ
* 18 એપ્રિલે મતદાન
* 20 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે