Railway News: મુસાફરોની માંગ અને સુવિધા માટે દોડાવાશે વધુ 7 સ્પેશિયલ ટ્રેનો
મુસાફરોની સુવિધા અને માંગને પૂરા પાડવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ 7 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Trending Photos
અમદાવાદ: મુસાફરોની સુવિધા અને માંગને પૂરા પાડવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ 7 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝ મુજબ આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: -
1. ટ્રેન નંબર 02216/02215 બાન્દ્રા ટર્મિનસ - દિલ્હી સરાય રોહિલા ગરીબ રથ સ્પેશિયલ (અઠવાડિયામાં 4 દિવસ)
ટ્રેન નંબર 02216 બાન્દ્રા ટર્મિનસ - દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ દર મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના રોજ 12.00 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે. આ ટ્રેન 23 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 02215 દિલ્હી સરાય રોહિલા - બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ દર સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે 08.55 કલાકે દિલ્હી સરાય રોહિલાથી ઉપડશે અને બીજા દિવસે 07.35 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 22 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન બોરીવલી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર કોચ રહેશે.
2. ટ્રેન નંબર 09043/09044 બાંદ્રા ટર્મિનસ – ભગતકી કોઠી હમસફર સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09043 બાંદ્રા ટર્મિનસ – ભગતકી કોઠી સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે 21.45 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 13.15 કલાકે ભગતકી કોઠી પહોંચશે. આ ટ્રેન 1 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09044 ભગતકી કોઠી - બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે 16.25 કલાકે ભગતકી કોઠીથી ઉપડશે અને બીજા દિવસે 07.35 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 2 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ અને પાલી મારવાડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે.
3. ટ્રેન નંબર 09071/09072 સુરત - મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09071 સુરત - મહુવા સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે 05.35 કલાકે સુરતથી ઉપડશે અને તે જ દિવસે 16.25 કલાકે મહુવા પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09072 મહુવા - સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે 20.40 કલાકે મહુવાથી ઉપડશે અને બીજા દિવસે 07.20 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 14 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન વડોદરા, અમદાવાદ, વિરમગામ, જોરાવરનગર, વંધાવન સિટી, લીંબડી, બોટાડ, ઢોલા, ઢાસા, લીલીયા મોટા, સાવરકુંડલા અને રાજુલા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ રહેશે.
4. ટ્રેન નંબર 09267/09268 અમદાવાદ - પ્રયાગરાજ સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09267 અમદાવાદ - પ્રયાગરાજ સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે 16.35 કલાકે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે 16.50 કલાકે પ્રયાગરાજ પહોંચશે. આ ટ્રેન 25 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09268 પ્રયાગરાજ - અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે 19.00 કલાકે પ્રયાગરાજથી ઉપડશે અને બીજા દિવસે 17.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 26 માર્ચ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, પીપરીયા, નરસિંહપુર, જબલપુર, કટની, મૈહર, સતના અને માનિકપુર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ રહેશે.
5. ટ્રેન નંબર 09220/09219 અમદાવાદ - એમજીઆર ચેન્નાઈ સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09220 અમદાવાદ - એમજીઆર ચેન્નાઈ હમસફર સુપરફાસ્ટ સ્પેશિયલ દર સોમવારે 09.40 કલાકે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે 16.00 કલાકે એમજીઆર ચેન્નઈ પહોંચશે. આ ટ્રેન 3 મે 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09219 એમજીઆર ચેન્નાઇ - અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ દર બુધવારે 15.50 કલાકે એમજીઆર ચેન્નઈથી ઉપડશે અને બીજા દિવસે 20.55 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 5 મે 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન વડોદરા, સુરત, પાલઘર, વસઈ રોડ, કલ્યાણ, પુના, સોલાપુર, કલબુર્ગી, રાયચુર, ગુંટકલ અને રેનિગુંટા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે.
6. ટ્રેન નંબર 09093/09094 પોરબંદર – સંતરાગાછી સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09093 પોરબંદર – સંતરાગાછી સુપરફાસ્ટ સ્પેશિયલ દર શુક્રવારે સવારે 09.05 કલાકે પોરબંદરથી ઉપડશે અને રવિવારે 06.20 કલાકે સંતરાગાછી પહોંચશે. આ ટ્રેન 16 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09094 સંતરાગાછી - પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ દર રવિવારે 20.10 કલાકે સંતરાગછીથી ઉપડશે અને મંગળવારે 18.35 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન 18 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન જામ જોધપુર, ઉપલેટા, જેતલસર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, જલગાંવ, ભૂસાવલ, મલકાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ચંપા, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, પુરૂલિયા, આદ્રા, બાંકુરા, મિદનાપુર અને ખડગપુર સ્ટેશનો પર બંને દિશામાં રોકશે. ટ્રેન નંબર 09094 માં બિષ્ણુપુર સ્ટેશન પર વધારાનો સ્ટોપ રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ, સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ રહેશે.
7. ટ્રેન નંબર 09069/09070 ઓખા - વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09069 ઓખા - વારાણસી સુપરફાસ્ટ સ્પેશિયલ દર ગુરુવારે 14.05 કલાકે ઓખાથી ઉપડશે અને શનિવારે 02.00 કલાકે વારાણસી પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આવી જ રીતે, ટ્રેન નંબર 09070 વારાણસી - ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ દર શનિવારે 21.55 કલાકે વારાણસીથી ઉપડશે અને સોમવારે 07.45 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 17 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી ચાલશે. આ ટ્રેન દ્વારકા, ખંબાલીયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, જંધઈ અને ભદોહી સ્ટેશનો પર બંને દિશામાં રોકશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે