રાજકોટમાં ગત મોડીરાત્રે ભુમાફિયાઓનો હિચકારી હુમલો; કેમ પોલીસનો ભૂમાફિયાઓને કોઇ ડર જ નથી રહ્યો?

ગઈકાલે (સોમવાર) રાત્રે 12 વાગ્યે સોસાયટીના રહેવાસી અવીનેશભાઈ ધુળેસિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત અવિનેશભાઈ ધુળેસિયા વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજકોટમાં ગત મોડીરાત્રે ભુમાફિયાઓનો હિચકારી હુમલો; કેમ પોલીસનો ભૂમાફિયાઓને કોઇ ડર જ નથી રહ્યો?

ગૌરવ દવે/રાજકોટ: શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા રાધે ક્રિષ્ના સોસાયટીના લોકો ભૂમાફિયાઓના ત્રાસથી હેરાન પરેશાન છે. છેલ્લા ત્રણથી ચાર વર્ષની ભૂમાફિયાઓ સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સોમવારે રાત્રે એક દુર્ઘટના બની હતી. સોમવારે રાત્રે આ ભૂમાફિયાઓએ સોસાયટીના અવિનેશભાઈ ધુળેસિયા પર હુમલો કરતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાત્રે સોસાયટીમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પથ્થરમારામાં અન્ય 3 શખ્સોને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિકોનો એવો આરોપ છે કે, રાજકોટ પોલીસ સાથે ભૂમાફિયાઓની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.a

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલ રાધે ક્રિષ્ના સોસાયટીમાં ગત મોડીરાત્રે ભૂમાફિયાઓએ ઘર ખાલી કરાવવા જેવી નજીવી બાબતે સોસાયટીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના વિશે જ્યારે લોકોને પુછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું કે છેલ્લા 3 થી 4 વર્ષ થી ભુમાફિયાઓ તેમને પરેશાન કરી રહ્યા છે. અમે પોલીસને અનેક ફરિયાદો કરી છે,તેમ છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવ્યો છે.  

ગઈકાલે (સોમવાર) રાત્રે 12 વાગ્યે સોસાયટીના રહેવાસી અવીનેશભાઈ ધુળેસિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત અવિનેશભાઈ ધુળેસિયા વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય 3 શખ્સોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ ઘટનામાં હવે રાજકોટ પોલીસ સાથે ભુમાફિયાઓની સાંઠગાંઠ હોવાનો આરોપ લાગ્યો છે. આ સાથે ફરી એકવાર ખાખી પર ડાઘ લાગ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

આ ઘટના બાદ રાજકોટ પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે કે શું રાજકોટમાં પોલીસ અને ભૂમાફિયાની સાંઠગાંઠ ચાલે છે? કેમ પોલીસનો ભૂમાફિયાઓને કોઇ ડર જ નથી રહ્યો? કેમ ઘર ખાલી કરાવવા માટે માફિયાઓ હુમલા કરી રહ્યા છે? શું માફિયાઓની મલાઇમાં ખાખી પણ ખરડાયેલી છે? રાજકોટ પોલીસની ખાખી પર લાગેલી ડાઘ ક્યારે ધોઇ શકશે? આ તમામ સવાલો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news