પોતાની કલ્કી અવતાર કહેતા રમેશચંદ્ર ફેફરે ધીરેન્દ્ર શાસ્ત્રીને ફેંક્યો પડકાર

baba bageshwar : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને વધુ એક પડકાર... પોતાને કલ્કી અવતાર માનતા રમેશચંદ્ર આવ્યા મેદાનમાં... રમેશચંદ્રએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ફેંક્યો પડકાર .. લોકોને ધીરેન્દ્ર શાસ્ત્રી પર ભરોસો ન કરવા કરી અપીલ... લોકો આવા બાબાનો વિશ્વાસ ન કરે: રમેશચંદ્ર

પોતાની કલ્કી અવતાર કહેતા રમેશચંદ્ર ફેફરે ધીરેન્દ્ર શાસ્ત્રીને ફેંક્યો પડકાર

bagheshwar dham ગૌરવ દવે/રાજકોટ : બાગેશ્વર ધામના દરબાર પહેલા પોતાને કલ્કિ અવતાર માનતા રમેશચંદ્ર ફેફર મેદાનમાં આવ્યા છે. વિવાદિત રમેશચંદ્ર ફેફરે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ઢોંગી ગણાવ્યા છે. બાબા બાગેશ્વર વિશે તેઓએ કહ્યું કે, અગાઉ પણ આવા અનેક બાબાઓ આવ્યા હતા જે નર્કમાં ગયા છે. લોકો આવા બાબાનો વિશ્વાસ ન કરે. રમેશચંદ્ર ફેફર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે અને પોતાને ભગવાનનો અવતાર માને છે. તેઓ પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર માને છે. 

રમેશચંદ્ર ફેફરે બાબા બાગેશ્વર વિશે કહ્યું કે, હનુમાનજી અને શિવજી ખૂબ જ ભોળા હોય છે. પરકાયા પ્રવેશની એક શક્તિ હોય છે. એ સિદ્ધિનો ઉપયોગ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ જાણી શકતા હોય છે. કળયુગમાં કોઈપણ વ્યક્તિ સાધના કરે તો તેને સિદ્ધિ મળે. આ પહેલા અનેક બાબાઓ જેલમાં ગયા. લોકો અત્યારે દુઃખી છે, દુઃખના નિવારણ માટે બાબાઓ પાસે જાય છે. કળયુગમાં 99 ટકા લોકો ભ્રષ્ટ, કામુક અને કીર્તિમાં ભરમાઈ જાય છે. હું એટલે જ ક્યારેય જાહેરમાં આવતો જ નથી. 

આ ઉપરાંત પાકિસ્તાન, રશિયા, ચીન અને અમેરિકા સામે પણ રમેશચંદ્રએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ દેશો બરબાદ થવાની આગાહી કરી હતી તે બરબાદ થઈ રહ્યા છે. હજુ પુતિન 24 કલાકમાં યુક્રેન જીતવાની વાત કરતો હતો તે જીતી શક્યો. અસુરો અને રાક્ષસોનો નાશ કરવા માટે સુર શક્તિ કામ કરે છે. શક્તિ સુરી હોઈ તેની ઉપયોગ આસુરી હોય છે. કર્ણ બર્મુડા ટ્રાયેંગલ હેઠળ પણ પિશાચ બની કામ કરતો હતો. 

તો ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે તેમણે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. આજના સમયમાં પૈસા બનાવવા માટે તથાકથિત કથાકાર કામ કરે છે. કળયુગમાં નર્કની ટિકિટ રાજગાદી અને વ્યાસપીઠ છે. મીરાબાઈ કે નરસિંહ મહેતા સાચા હતા, તેમને કાઢી મૂક્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી દ્રોણ નો અવતાર છે. તે મારીને નર્કમાં હતો અને ભગવાનનો વિરોધ કરી મર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટના કાલાવડ રોડ પર રહેતા રમેશચંદ્ર ફેફર ફરી બે વર્ષ પહેલા વિવાદમાં આવ્યા છે. પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર આ વ્યક્તિ રાજ્ય સરકારના કલાસ 1 અધિકારી રહી ચૂક્યા છે. તે પોતે કલ્કિ અવતાર હોવાનો દાવો કર્યો છે. રમેશચંદ્ર ફેફરે (Rameshchandra Fefar) કહ્યું હતું કે, "કોરોના એ પોતાનું જ સુદર્શન છે. જે વિશ્વના 7.5 કરોડ અબજ રક્ષણ સ્વરૂપના મનુષ્યોનો વિનાશ કરશે. જે લોકો સિતારામના જાપ કરશે તે જ બચી શકશે. એટલું જ નહીં પરાશક્તિનો ઉપયોગ કરતો હોવાથી વિજ્ઞાન પણ કાંઈ કરી શકશે નહીં" તેવો દાવો કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news