Rajkot Mayor નો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ, આંગળીના ટેરવે થશે તમારી ફરિયાદોનું નિવારણ

આરોગ્ય અને કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. જન્મ-મરણ, વેરો વસુલર, સર્ટિફિકેટ માટેની સેવાઓ ઓનલાઈન છે તેનો પણ મેયર ડેસ્ક બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.

Rajkot Mayor નો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ, આંગળીના ટેરવે થશે તમારી ફરિયાદોનું નિવારણ

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના નવનિયુક્ત મેયર ડો. પ્રદીપ ડવએ (Pradip Dav) ગુજરાતમાં પ્રથમ પ્રયોગ કર્યો છે. જેમાં મુખ્યમંત્રીની જેમ લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મનપા કચેરીમાં મેયર ડેસ્ક બોર્ડની રચના કરવામાં આવશે. રાજકોટ મનપા (RMC) ની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ આંગળીના ટેરવે ઉકેલી શકશે. એટલું જ નહીં લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેસ્ક બોર્ડ (Dashboard) ના જેતે કમિટીના સભ્યો ઉકેલ લાવશે.

રાજકોટ (Rajkot) શહેરને ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવાનો પ્રયાસ રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ અને તેની યુવા બોડી દ્વારા કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટવાસીઓને મનપા કચેરીના ધક્કા ન ખાવા પડે અને ઘર બેઠા જ ફરિયાદોનું નિરાકરણ આવે તે માટે મેયર ડેસ્ક બોર્ડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટવાસીઓ ઘરેથી આંગળીના ટેરવે જ પોતાની ફરિયાદોનું નિરાકરણ મેળવી શકશે. 

રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે કહ્યું હતું કે, ખરા અર્થમાં સ્માર્ટ સીટી (Smart City) બનાવવા માટે આ ડેસ્ક બોર્ડની રચના કરવામાં આવશે. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરવા ડેસ્ક બોર્ડમાં જેતે સમિતિના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. લોકોના વધુમાં વધુ ફરિયાદોનું નિરાકરણ વહેલું થાય તેવા પ્રયાસો રહેશે.

કોર્પોરેશનનો ધક્કો નહિ ખાવો પડે - ડો. પ્રદીપ ડવ
ગાંધીનગર (Gandhinagar) માં મુખ્યમંત્રી ડેસ્ક બોર્ડ છે તેવી જ રીતે રાજકોટ મેયર ડેસ્ક બોર્ડ શરૂ કરવામાં આવશે. નવા ભળેલા ગામોમાં લાઈટ, પાણી, ગટર, રસ્તા અને સફાઈ સહિતની વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જરૂર પડ્યે આરોગ્ય અને કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે. જન્મ-મરણ, વેરો વસુલર, સર્ટિફિકેટ માટેની સેવાઓ ઓનલાઈન છે તેનો પણ મેયર ડેસ્ક બોર્ડમાં સમાવેશ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news