રાજકોટ મનપાનું રૂ. 2291.24 કરોડનું બજેટ મંજુર, બજેટમાં આટલા કરાયા ફેરફાર

રાજકોટ મહાનગરપાલિકાનું (Rajkot Municipal Corporation) વર્ષ 2021-22 નું 2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ (Draft Budget) સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner) ઉદિત અગ્રવાલ દ્વારા રજુ કર્યું હતું

રાજકોટ મનપાનું રૂ. 2291.24 કરોડનું બજેટ મંજુર, બજેટમાં આટલા કરાયા ફેરફાર

ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનું (Rajkot Municipal Corporation) વર્ષ 2021-22 નું 2275 કરોડનું ડ્રાફ્ટ બજેટ (Draft Budget) સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner) ઉદિત અગ્રવાલ દ્વારા રજુ કર્યું હતું. આજે સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) દ્વારા બજેટમાં 16.24 કરોડના વધારા સાથે રૂ. 2291.24 કરોડનું બજેટ (Budget) મંજુર કરવમાં આવ્યું છે. રાજકોટની (Rajkot) જનતા પર એક પણ પ્રકારનો કરબોજ (Tax Burden) મુકવામાં આવ્યો નથી.

રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય (Rajkot Municipal Corporation) વર્ષ 2020-21નું રીવાઈઝ અને 2021-22 નું બજેટ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2275 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ 2291.24 કરોડનું બજેટ (Budget) મંજુર કર્યું છે. ચાલુ વર્ષે મનપાની ચૂંટણીના પરિણામ ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગમાં રજુ થયેલ બજેટમાં રાજકોટની (Rajkot) જનતા પર કોઈ પણ પ્રકારનો કરબોજ (Tax Burden) મુકવામાં આવ્યો નથી.

આ વર્ષે બજેટમાં (Budget) ખાસ મહિલાઓ માટે ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ એમ 3 ઝોનમાં 100 લાખના ખર્ચે બગીચા (Gardens) બનાવવા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજકોટ મનપાના (Rajkot Municipal Corporation) નવનિયુક્ત મેયર ડો. પ્રદીપ ડવના (Dr. Pradeep Dav) વોર્ડ નંબર 12 માં નવુ ઈન્ડોર સ્ટેડિયમ (Indoor Stadium) બનાવવા જાહેરાત કરવામાં આવી છે. પાછલા વર્ષે બજેટમાં કોર્પોરેટરને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરી 10 લાખ ગ્રાન્ટ મળતી હતી જે વધારીને 15 લાખ કરવામાં આવી છે..

બજેટમાં શું મળ્યું રાજકોટને?
(1) 1800 લાખના ખર્ચે અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવા જાહેરાત કરવામાં આવી
(2) 200 લાખના ખર્ચે કોઠારીયા વિસ્તારમાં સી.સી.રોડ બનાવવામાં આવશે
(3) આજી અને ન્યારી ડેમ સાઇટ પર 300 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ 200 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે
(4) ત્રણે ઝોનમાં મહિલાઓ માટે 100 લાખના ખર્ચે બગીચા નિર્માણ કરવામાં આવશે
(5) વોર્ડ નંબર 12 માં નવું ઓડિટોરિયમ 600 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે
(6) ઇ-લાઈબ્રેરી માટે 50 લાખની જોગવાઇ બજેટમાં કરવામાં આવી
(7) શહેરમાં કુલ 47 વોકળા આવેલ છે જેને પાકા બનાવવા માટે 300 લાખની જોગવાઇ કરવામાં આવી
(8) 6 ઇલેક્ટ્રિક કાર ખરીદવા 100 લાખની જોગવાઈ કરવામાં આવી
(9) આરોગ્ય કેન્દ્ર નું ડિજિટાઇઝેશન તથા અપગ્રેડેશન માટે 150 લાખની જોગવાઇ કરવામાં આવી
(10) મૃત પશુઓ માટે ઇન્સીનરેટર સુવિધા પૂરી પાડવા 80 લાખની જોગવાઈ કરવામાં આવી

આ પણ વાંચો:- 

ત્રણ વર્ષના બજેટ પર નજર
રાજકોટ મહાનગર પાલિકાના નાણાકીય વર્ષ 2020-21 નું 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. 
વર્ષ 2018-19 નું બજેટ 1769.33 કરોડ
વર્ષ 2019-20 નું બજેટ 2126.10 કરોડ
વર્ષ 2020-21 નું બજેટ 2132.15 કરોડ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news