રાજકોટની ખાનગી નામાંકિત સ્કૂલોમાં તોતિંગ ફી વધારો ઝીંકાયો, જાણો કઈ શાળાઓ છે લિસ્ટમાં...

ખાનગી શાળાઓમાં ઉધરાવાતી ઉંચી ફિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18માં ફિ નિર્ધારણનો કાયદો લાવવામાં આવ્યો. જેમાં પ્રાથમિકામાં રૂપીયા 25,000, માધ્યમિકમાં રૂ. 27,000 અને ઉચ્ચ માધ્યમિકમાં રૂ. 30,000 ફિ લેવી તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

રાજકોટની ખાનગી નામાંકિત સ્કૂલોમાં તોતિંગ ફી વધારો ઝીંકાયો, જાણો કઈ શાળાઓ છે લિસ્ટમાં...

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટની નામાંકિત સ્કુલો ફરી એક વખત સ્કુલ ફિને લઇને વિવાદમાં આવી છે. છેલ્લા છ વર્ષમાં નામાંકિત સ્કુલોમાં રૂપીયા 9800 થી રૂપીયા 54100 સુધીનો વધારો એફ.આર.સી દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. સ્કુલ ફિનાં તોતિંગ વધારાને લઇને વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઇ મેદાને આવ્યું છે અને એફ.આર.સી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. 

ખાનગી શાળાઓમાં ઉધરાવાતી ઉંચી ફિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18માં ફિ નિર્ધારણનો કાયદો લાવવામાં આવ્યો. જેમાં પ્રાથમિકામાં રૂપીયા 25,000, માધ્યમિકમાં રૂ. 27,000 અને ઉચ્ચ માધ્યમિકમાં રૂ. 30,000 ફિ લેવી તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જોકે રાજ્યભરમાં હાલ ઉપરોક્ત ફિનો સરેઆમ છેદ ઉડ્યો છે અને ખાનગી શાળાઓ તોતિંગ ફિ વસુલી રહી છે. એટલું જ નહિં ફિ નિયમન સમિતી પણ ખાનગી સ્કુલોને તોતિંગ ફિ વધારવાની મંજૂરી આપે છે. રાજકોટમાં એફ.આર.સીનો કાયદો આવ્યા બાદ 6 વર્ષમાં રૂ. 9,800 થી 54,100 સુધીનો ફિ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. 

રાજકોટની એફ.આર.સી પોર્ટલ પર થી મળેલી માહિતી મુજબ, રાજકોટની નામાંકિત ખાનગી સ્કુલોની ધોરણ 12 સાયન્સની મંજૂર થયેલી ફિની વાત કરવામાં આવે તો... 

  • - આર.કે.સીમાં વર્ષ 2017-18માં રૂ. 1,50,000 મંજૂર કરવામાં આવી હતી. જ્યારે 2022-23માં રૂ. 2,04,100 મંજૂર કરવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં ચાલુ વર્ષ રૂ.13,350નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે
  • - એસ.એન.કે(જૂનિયર કે.જી)માં 2022-23માં રૂ.1,99,770 હતી. જેમાં ચાલુ વર્ષે રૂ. 13,070નો વધારો કરવાની મંજૂરી આપી છે
  • - મોદી સ્કુલમાં વર્ષ 2017-18માં રૂ. 95,000 મંજૂર કરવામાં આવી હતી. જ્યારે 2022-23માં રૂ. 1,36,680 મંજૂર કરવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં ચાલુ વર્ષ રૂ.9,840નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે
  • - ધોળકિયા સ્કુલમાં વર્ષ 2017-18માં રૂ. 78,000 મંજૂર કરવામાં આવી હતી. જ્યારે 2022-23માં રૂ. 1,01,970 મંજૂર કરવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં ચાલુ વર્ષ રૂ.6,670નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે
  • - નિર્મલા કોન્વેન્ટ સ્કુલમાં ધોરણ 11 સાયન્સમાં માત્ર 8 જ વિદ્યાર્થી છે. છતાં વર્ષ 2022-23માં રૂ. 90,000 ફિ મંજૂર કરવામાં આવી હતી. જે ફિમાં ચાલુ વર્ષે રૂ. 54,920નો વધારો એફ.આર.સીએ મંજૂર કર્યો છે
  •  
  • લગ્નના ગીતો મરસિયામાં ફેરવાયા! જાનમાં જવા ટેમ્પો લઈને નીકળ્યા પણ અર્થીમાં પાછા આવ્યા

રાજકોટની નામાંકિત ખાનગી સ્કુલો ફિ નિર્ધારણ કમિટીને પણ ગણકારતી ન હોવાનું સામે આવ્યું છે. ખાનગી સ્કુલો એફ.આર.સી સમક્ષ ફિ વધારવાનું સોગંદનામું રજૂ કરે છે. જેના આધારે ખાનગી સ્કુલોનાં ઓડીટ રીપોર્ટ આધારે એફ.આર.સી સ્કુલે માંગેલો વધારો મંજૂર ન કરે તો ખાનગી સ્કુલો હાઇકોર્ટમાં જઇને રીટ પિટીશન દાખલ કરે છે. હાઇકોર્ટ ફિ વધારવાનો આદેશ આપે જેથી એફ.આર.સી ફિ વધતી રોકી શકતી ન હોવાનું એફ.આર.સીનાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં સભ્યએ જણાવ્યું હતું.

નામાંકિત સ્કુલોએ ફિ વધારવાની જાહેરાત કરતાની સાથે જ વિરોધનાં સૂર શરૂ થયા છે. જબરો ફિ વધારો લાગુ કરતા વિદ્યાર્થીઓને ભણાવવા વાલીઓને કમરતોડ માર પડી રહ્યો છે. જોકે સ્કુલ સંચાલકોના ડરને કારણે વાલીઓ ખુલીને સામે આવતા ડરે છે. જ્યારે વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઇ અને કોંગ્રેસ મેદાને આવ્યું છે અને એફ.આર.સી સમક્ષ તોતિંગ ફિનો વિરોધ કર્યો હતો. એફ.આર.સી કચેરીને તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે એન.એસ.યુ.આઇ કાર્યકરોની અટકાયત કરી હતી. 

એન.એસ.યુ.આઇનાં પ્રદેશ પ્રમુખનું કહેવું છે કે, ફિ નિયંત્રણ કરવામાં કમિટી કાંઇ કરી શકતી ન હોય તો એફ.આર.સીને તાળા મારી દેવા જોઇએ. વાલીઓ પર તોતિંગ ફિ વસુલતી ખાનગી સ્કુલો સામે કડક પગલા લેવા જરૂરી છે. તો બીજી તરફ બેફામ ફિ વસુલ કરતી સ્કુલો સામે આંદોલનનાં મંડાણ કરવાની ચિમકી વિદ્યાર્થી આગેવાન રોહિત રાજપૂતે ઉચ્ચારી છે.

ખાનગી સ્કુલોનાં સંચાલકો પાસે ગ્રાઉન્ડ ન હોવા છતાં સોગંદનામાની અંદર એક્ટીવીટી ચાર્જ ઉમેરવામાં આવે છે એટલું જ નહિં વિદ્યાર્થીઓનાં વાલીઓ પાસે થી વસુલ પણ કરવામાં આવે છે. જોકે નવાઇની વાત એ છે કે, ફિ નિર્ધારણ કમિટી સમક્ષ ખાનગી સ્કુલો જ્યારે હિસાબ રજૂ કરે છે તેની અંદર સ્કુલો નુકસાનીમાં ચાલતી હોવાનું અને આવક કરતા ખર્ચ વધુ છે તેવું સોગંદનામું રજૂ કરી તોતિંગ ફિ મંજૂર કરાવી લેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારે ફિ નિયંત્રણ માટેનો કાયદો તો ઘડી દીધો પરંતુ તેનો પણ સ્કુલ સંચાલકોએ છેદ ઉડાડી દીધો છે. ત્યારે શિક્ષણ વિભાગ બેફામ સ્કુલ ફિ વસુલતી સ્કુલ સામે શું પગલા લે છે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news