ભાવનગરમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ, ભાજપના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવ્યા

Parsottam Rupala : ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાની સભામાં રૂપાલાનો વિરોધ, ક્ષત્રિય યુવાનનોએ કાળા વાવટા સાથે વિરોધ નોંધાવ્યો, પોલીસે વિરોધ કરી રહેલા યુવાનોની અટકાયત કરી 

ભાવનગરમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ, ભાજપના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવ્યા

Bhavnagar News : ભારે વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ આજે રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભર્યું. રાજકોટમાં શક્તિપ્રદર્શન સાથે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું કે, અમને ક્ષત્રિય સમાજના સાથની પણ જરૂર છે. તો બીજી તરફ, સરકાર સાથેની બેઠક બાદ ક્ષત્રિય સમાજ નમતું જોખવા તૈયાર નથી. ક્ષત્રિય સમાજે હુંકાર કરતા કહ્યું કે, રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો આંદોલન પાર્ટ-2 થશે. 20 તારીખે બેઠકમાં રણનીતિ ઘડાશે. આ વચ્ચે આજે ભાવનગરમાં નિમુબેનની સભામાં હોબાળો થયો હતો. ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવી રૂપાલાનો વિરોધ કર્યો. રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી.

નિમુબેનની સભામાં રૂપાલાનો વિરોધ 
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. નીમુબેન પોતાના ઘરે મંદિરના દર્શન અને પૂજા પાઠ કરી સભા સ્થળે જવા રવાના થયા હતા. નિમુબેનની સાથે ભાજપના શહેર પ્રમુખ સહિતના લોકો જોડાયા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શહેરના એ.વી સ્કૂલના મેદાનમાં સભા યોજાઈ હતી. પરંતુ નિમુબેન સભા સંબોધે તે પહેલા જ તેમાં વિરોધ થયો હતો. નિમુબેનની સભામાં રૂપાલાનો વિરોધ જોવા મળ્યો.

ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યા
ભાવનગર નીમુબેનની સભામાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કરવામાં આવ્યા. ક્ષત્રિય યુવાનો કાર્યક્રમમાં કાળા વાવટા સાથે સભામાં પહોંચ્યા હતા. એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ ચાલુ હતી, ત્યાં બીજી બાજુ ક્ષત્રિય યુવકોએ કાળા વાવટા ફરકાવીને ભારે હોબાળો કર્યો હતો. તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અનેક ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલે સ્ટેજ પર ચડી જઈ તેમનું રાજીનામુ જિલ્લા પ્રમુખને આપ્યું હતું. 

bhavnagar_rajput_zee.jpg

તો બીજી તરફ, ક્ષત્રિય યુવકોના વિરોધને પગલે પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. સભા બાદ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં નિમુબેન ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

bhavnagar_rajput_zee2.jpg

આખરે રાજકોટ લોકસભાથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. તમામ અટકળો અને વિવાદો પર પૂર્ણ વિરામ મુકીને પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભરીને નામાંકન દાખલ કરી દીધું છે. રાજકોટમાં રંગેચંગે રેલી અને સભા કરીને પરશોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું. રાજકોટમાં રૂપાલાની જંગી રેલીનું આયોજન થયું. જેમાં પૂર્વ રાજ્યાલ, પૂર્વ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ જોડાયા. આ બાદ એક સભાનું આયોજન થયું. જેમાં સ્ટેજ પર ભાજપના મોટા નેતાઓની સાથે રાજ્યસભા સાંસદો, ધારાસભ્યોની સાથે ક્ષત્રિય નેતાઓ જોવા મળ્યા. ફોર્મ ભરતા પહેલા રૂપાલાએ ક્ષત્રિય સમાજને સ્ટેજ પરથી અપીલ કરી કે, તેમના સમાજના સાથનું જરૂરી છે. પ્રચંડ જનસમર્થન સાથે રૂપાલા ફોર્મ ભર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news