રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સેંકડો વિદ્યાર્થીઓ સાથે કરી હતી મુલાકાત

રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાતની પૃષ્ટી જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી છે. 

રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સેંકડો વિદ્યાર્થીઓ સાથે કરી હતી મુલાકાત

રાજુલા : રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાતની પૃષ્ટી જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્ય અંબરીશ ડેરને પોઝિટિવ આવતા સ્વૈચ્છિક પોતાના ફાર્મ હાઉસ ખાતે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા કન્ટેનમેન્ટ જોન જાહેર કર્યું છે. જો કે હાલ તો ધારાસભ્યની તબીયત સ્વસ્થ હોવાનું પણ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓમાં કોરોનાના લક્ષણ નહી હોવાનાં કારણે તેઓ પોતાના ફાર્મ હાઉસ પર હોમ ક્વોરન્ટાઇન થયા છે.

જો કે સૌથી ચિંતાજનક બાબત છે કે, અમરીશ ડેરે હાલમાં જ પોતાનાં ફાર્મ હાઉસ ખાતે સરકારી ભરતી મુદ્દે આંદોલન કરી રહેલા યુવરાજસિંહ અને તેમના સાથીઓ સાથે મુલાકાત યોજી હતી. આ ઉપરાંત સરકારી ભરતીની તૈયારીઓ કરી રહેલા અમરેલી જિલ્લાનાં મોટા પ્રમાણમાં યુવાનો પણ અમરીશ ડેરના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. અહીં તેઓએ સરકાર પર દબાણ લાવવા માટે બેઠક પણ યોજી હતી. જેથી અમરીશ ડેર સાથે તમામ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. હવે અમરીશ ડેરનો કોરોનારિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તમામ લોકો ટેન્શનમાં મુકાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news