rajula

RAJULA માં પ્રતિષ્ઠિત કંપનીના મેનેજર પર હૂમલો કરનારા રીઢા ગુનેગારોને ઝડપી લેવાયા

રાજુલાનાં હિંડોરણા ચોકડી નજીક 4 દિવસ પહેલા ખાનગી કંપનીના મેનેજર ઉપર હુમલાની ઘટના પરથી રાજુલા પોલીસે આજે પડદો ઊંચક્યો છે. 3 આરોપીની ધરપડક કરતા હિસ્ટ્રી શીટર ગુન્હેગારને કોન્ટ્રાકટ નહિ આપતા હુમલો કર્યાનું ખુલતા રાજુલા પીપાવાવ કોસ્ટલ ઉધોગ ગૃહોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

Aug 31, 2021, 11:39 PM IST

Shravan: આશરે 500 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયું હતું આ શિવલિંગ, મહિલાઓમાં છે ખાસ માન્યતા

આજે આ ચમત્કારીક કોટેશ્વર મહાદેવના દર્શને દુર દુરથી હજારો શિવભક્તો દાદાના દરબારમા માથુ ટેકવવા આવે છે. અને શિવજી તેમની તમામ મનોકામનાઓ પુરી કરે છે.

Aug 23, 2021, 01:02 AM IST

RAJULA માં વન કર્મીઓ લાજવાના બદલે ગાજ્યા: CCTV કોઇને આપ્યા તો આખી જિંદગી જેલમાં જશે

અમરેલીના રાજુલાના કાતર ગામમાં સતત સિંહોના આંટાફેરા જોવા મળતા હોય છે. જેના કારણે સ્થાનિક દુકાનદારો દ્વારા બહાર સીસીટીવી લગાવી દેવામાં આવે છે. જો કે આવી ઘટનાઓ સીસીટીવીમાં કેદ થયા બાદ દુકાનદારો દ્વારા તે સીસીટીવી વાયરલ કરવામાં આવતા હોય છે અથવા તો મીડિયા કર્મચારીઓને સોંપવામાં આવતા હોય છે. જેના કારણે વનવિભાગ પર વારંવાર સવાલો ઉઠતા રહે છે. તેવામાં વન વિભાગે કામગીરી કરવાના બદલે હવે ઢાંકપીછોડા કરવાનું ચાલુ કરી દીધું હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. 

Jul 29, 2021, 05:33 PM IST

રાજુલાની રેલવે જમીન વિવાદમાં માંગ્યું કંઇક મળ્યું કંઇક, કમને ધારાસભ્યએ નિર્ણય વધાવ્યો

જિલ્લામાં વર્ષોથી બિનઉપયોગી પડેલીરેલવે વિભાગની જમીન રાજુલા પાલિકાને મળે તે માટે અંબરીશ ડેર દ્વારા આંદોલન ચલાવાયું હતું. ત્યાર બાદ રેલવે વિભાગે હવે આ જમીન પર ગાર્ડન નહી પરંતુ FCI નું ગોડાઉન અને સોલાર પાર્ક બનાવવાનું આયોજનને મંજુરી આપી હતી. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આજે રાજુલામાં ફટાકડા ફોડીને મોઢા કરાવીને નિર્ણયને આવકાર્યો હતો. 

Jun 25, 2021, 08:52 PM IST

Amrish Der ના સમર્થનમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન, પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત

રાજુલા (Rajula) ના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રેલવેની જગ્યાને લઇને છેલ્લા 16 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે.

Jun 23, 2021, 04:50 PM IST

Railway Station ઉપર ઉપવાસ આંદોલન, પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડી રોકી

અમરીશ ડેર (Amrish Der) ની અટકાયત થતાં તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમના સમર્થકોએ વેરાઈ પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડીને અટકાવી હતી.

Jun 17, 2021, 07:21 PM IST

રાજુલા રેલવે જમીન વિવાદ: કેજરીવાલે અંબરીશ ડેરને ફોન કરી વિગત માંગી, શંકરસિંહે પણ લીધો રસ

રાજુલાના શહેરી વિસ્તારમાં રેલવેની પડતર જમીનનો શહેરના વિકાસના કામ માટે ઉપયોગ કરવાનો મુદ્દો ધીરે ધીરે હાઇપ્રોફાઇલ થઇ રહ્યો છે. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે આ પડતર જમીન પાલિકાને આપવા માટેની તમામ સ્તરે રજુઆત કરી હતી. જો કે નિંભર તંત્રના કાને અવાજ નહી પહોંચતા હવે તેમણે બરબર ટાણા પોલીસ સ્ટેશનમાં ઉપવાસ આંદોલન હાથ ધર્યું છે. તેવા સંજોગોમાં હવે રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે રસ દર્શાવ્યો છે. 

Jun 15, 2021, 08:00 PM IST

અમરેલીના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની રાજ્યના અધિક મુખ્ય સચિવે મુલાકાત લીધી

તંત્રની કામગીરી ઉપર સતત દેખરેખ : સહાયમાં બાકી તમામને તાકીદે ચુકવણી કરવા સુચના આપી છે. સૌથી વધુ અસરગ્રસ્ત ધારી, ખાંભા, જાફરાબાદ, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલની તાઉતે વાવાઝોડા અસરગ્રસ્ત એવા અમરેલી જિલ્લાની રાહત અને પુનઃસ્થાપનની તથા સમગ્ર કામગીરીના સુપરવીઝન સાથે અસરકારક અમલીકરણ તેમજ વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા ગુજરાત સરકાર દ્વારા નિમણુંક કરવામા આવી છે.

Jun 3, 2021, 07:28 PM IST

અમરેલી જિલ્લાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનો કેન્દ્રીય સચિવોની ટીમે કર્યો સર્વે

કોવાયા ખાતે વાવાઝોડા (Cyclone) ને લીધે નષ્ટ થયેલા કૃષિ પાકો જેવા કે બાજરી-જુવાર-તલ અને કેરી-નાળિયેરી-ચીકુ-લીંબુ વગેરે જેવા બાગાયતી પાકોને થયેલા નુકસાન, પાક વીમો વગેરેની માહિતી ગામના સરપંચ કાળુભાઈ લાખણોત્રાએ કેન્દ્રીય ટીમને આપી હતી. 

May 28, 2021, 06:29 PM IST

વાવાઝોડું વિત્યાના ત્રણ દિવસ બાદ પણ અમરેલીમાં પીવાના પાણીના ફાંફાં

  • ઉનામાં જ્યાં એક તરફ પીવા માટે પાણી નથી મળી રહ્યું છે, ત્યાં બીજી તરફ અનેક પ્રાથમિક જરૂરિયાતની તંગી વર્તાઈ રહી છે
  • અમરેલીમાં 220 કેવીના અગણિત પોલ ભારે પવનથી તૂટ્યા છે. ત્યારે હજુ પણ 4 દિવસ ઉના શહેર વીજળી વિહોણું રહેશે

May 21, 2021, 07:55 AM IST

વાવાઝોડાના વિનાશમાંથી ક્યારે બેઠુ થશે અમરેલી, સૌથી વધુ નુકસાન માછીમારોને થયું

તૌકતે વાવાઝોડાએ અમરેલીમાં સૌથી વધુ વિનાશ વેર્યો છે. તેમાં પણ જાફરાબાદ અને રાજુલાના લોકો બે દિવસ બાદ પણ બેઠા થયા નથી. જાફરાબાદમાં માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. અમરેલીમા અંદાજિત 200 જેટલી બોટમાં નુકસાન થયુ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે આ આફત સામે સાગર ખેડુઓને સરકાર સહાય ચૂકવે તેવી તેઓએને આશા છે. 

May 20, 2021, 07:49 AM IST

રાજુલામાં વાવાઝોડાએ માસુમ બાળકીનો જીવ લીધો, ઘરની દીવાલ તૂટતા આખો પરિવાર દટાયો હતો

  • રાજુલાના તવક્કલ નગરમાં મોડી રાત્રે વાવાઝોડાના કારણે દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા હતા
  • રાજુલાના હિંડોરણા રોડ પર આવેલા 5 પેટ્રોલપંપને મોટું નુકસાન થયું છે. ડીઝલ પેટ્રોલનુ વેચાણ પણ બંધ કરાયું
  • રાજુલાની હોટલ કોહિનૂર, હોટલ રાજમંદિરને પણ નુકસાન થયુ. હિંડોરણા રોડ પર આવેલ મારુતિ શો રૂમના કાચ ફૂટયા

May 18, 2021, 12:32 PM IST

સરકાર સામે ફરિયાદ કર્યા વગર પોતાની રીતે નાગરિકોની મદદ કરી રહેલો અનોખો MLA

 કોરોના મહામારીમાં રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરની કામગીરી ખુબ બિરદાવવા લાયક છે. કોવિડ 19ના દર્દીઓની હાલાકી ઓછી થાય તેમને મદદ થાય તે દિશામાં તેઓ સતત પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં કોરોના મહામારી વચ્ચે કાર્યકરોના ટોળા એકત્ર કરવાનાં બદલે ફોન પર નાના જુથમાં પોતાના કાર્યકરોને મોકલીને લોકસંપર્ક કરી રહ્યા છે. રાજ્ય સરકાર કે અર્ધસરકારી કોલેજ, ખાનગી મેડિકલ કોલેજનાં 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે હાલમાં જ એમ.બી.બી.એસ પુર્ણ કર્યું હોય તેવા તબીબોની સેવા સરકારે લેવી જોઇએ તેવી રજુઆત અંબરીશ ડેર દ્વારા કરાઇ હતી. જેને યોગ્ય ગણીને આખા રાજ્યના હિતમાં સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. તેનો લાભ પ્રજાને મળ્યો છે. 

Apr 25, 2021, 09:53 PM IST

Rajula: રામકથા દરમિયાન મોરારી બાપુએ કોરોના મહામારીમાં 1 કરોડનાં દાનની જાહેરાત કરી

હાલમાં કોરોના મહામારી સામે આખો દેશ લડી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં પણ સ્થિતી ખુબ જ વિપરિત બની છે. તેવામાં કથાકાર મોરારી બાપુની કથા હાલ અમરેલી ખાતે ચાલી રહી છે. આ કથા દરમિયાન મોરારી બાપુએ મોટી જાહેરાત કરી છે. તેમણે મહુવાનાં તમામ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા થઇ રહી છે. 

Apr 23, 2021, 04:13 PM IST

રાજુલમાં તમે ભુખ્યા હશે તો ઘરે બેઠા મળી જશે ટિફિન, MLA અમરીશ ડેર, માયાભાઇ આહીરનું અનોખું અભિયાન

સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભૂખ્યાને રોટલો આપવો એ કામ સંતોએ તો કર્યું છું પરંતુ ધારાસભ્ય દ્વારા આજથી રાજુલા વિસ્તારમાં ટિફિનસેવા શરૂ થઇ છે. જે પ્રેરણાદાયી પગલું ગણી શકાય તેમ છે. સામાન્ય રીતે ભૂખ્યાને ભોજન આપવું સૌરાષ્ટ્રની પરંપરા રહી છે. જો કે રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલા વિસ્તારમાં કોઈ અપંગ અશકત ભૂખ્યું સૂતું હોય તેને તેમના ઘર સુધી રોજ સાંજે ટિફિન પહોંચાડી દરિદ્રનારાયણની અનોખી સેવા કરવાનો તેમનો આ પ્રયાસ સમગ્ર વિસ્તારના લોકોએ આવકાર્યો છે. 

Feb 8, 2021, 12:13 PM IST

બહેનના આડા સંબંધોથી ત્રાસેલા ભાઇએ તેના પ્રેમીને જાહેરમાં રહેંસી પોતે પણ સ્મશાનમાં જતો રહ્યો અને...

રાજુલા તાલુકાના કુંડલીયાળા ગામે યુવાનના ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારથી હત્યા નિપજાવવાનાની ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપી પૂછપરછ હાથ ધરી છે. રાજુલાના કુંડલીયાળા ગામે રહેતા દલિત યુવાન રસિક દાનાભાઈ વાળાના ઘરમાં ઘૂસી તિક્ષણ હથિયાર વડે હત્યાની ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનની હત્યાનું કારણ જાણવા માટેની તજવીજ હાથ ધરી હતી. 

Jan 10, 2021, 09:32 PM IST

રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સેંકડો વિદ્યાર્થીઓ સાથે કરી હતી મુલાકાત

રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અંબરીશ ડેરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાતની પૃષ્ટી જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી છે. 

Sep 5, 2020, 11:43 PM IST

રાજુલા અને ઉના તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

સૌરાષ્ટ્રમાં આજે બીજા દિવસે પણ હળવા ઝાપટા વરસી રહ્યા છે. આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘાડંબરના કારણે એક અઠવાડીયાથી સૌરાષ્ટ્રામાં અમુક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસદી રહ્યો છે. આજે પણ રાજુલા અને ઉના તાલુકામાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

Aug 9, 2020, 05:43 PM IST

સૌરાષ્ટ્ર: ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3, રાજુલા-કોડીનારમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. દરિયા કાંઠાના વિ્તારોમાં આજથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો છે. ઉનામાં દરિયાઇ પટ્ટીનાં ખાજુદ્રા ગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આથી ગામમાં પાણી પાણી થઇ ચુક્યું છે. આ ઉપરાંત દરિયાઇ પટ્ટીના સીમર, દાંડી, સેજલિયા, સૈયદ રાજપરા સહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ આજથૂ શરૂ થયો છે.

Jul 30, 2020, 08:45 PM IST