સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર માદરે વતન પહોંચ્યો, પરિવારમાં ખુશીનો માહોલ

વડોદરાના રાણા પરિવારના 9 લોકો પણ સામેલ હતાં. થોડા દિવસ પહેલા જ રાણા પરિવાર સહિતના ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. જેમાં સિક્કિમમાં ફસાયેલા વડોદરાનો પરિવાર ઘરે સલામત પાછો ફર્યો છે.

Trending Photos

સિક્કિમમાં ફસાયેલ વડોદરાનો રાણા પરિવાર માદરે વતન પહોંચ્યો, પરિવારમાં ખુશીનો માહોલ

જયંતિ સોલંકી/વડોદરા: સિક્કીમમાં કુદરતી આફત વચ્ચે ફસાયેલા વડોદરાના પરિવારનું ત્રણ દિવસ પહેલા રેસ્ક્યુ કરાયું હતું. ત્યારે હવે આ પરિવાર આજે વડોદરા સલામત પાછો ફર્યો છે. સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભુસ્ખલન થવાથી લાચુંગ ગામમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાયેલા હતા. જેમાં વડોદરાના રાણા પરિવારના 9 લોકો પણ સામેલ હતાં. થોડા દિવસ પહેલા જ રાણા પરિવાર સહિતના ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું. જેમાં સિક્કિમમાં ફસાયેલા વડોદરાનો પરિવાર ઘરે સલામત પાછો ફર્યો છે.

સિક્કીમમાં વાદળ ફાટવાથી ઘણા પ્રવાસીઓ ફસાયા હતા. જેમાં ગુજરાતના આશરે 30 જેટલા પ્રવાસી લાચુંગ ગામે ફસાયા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી તથા પરિસ્થિતિ અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સંકલન કરી માહિતી મેળવી હતી. વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનને કારણે વડોદરાના ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જો કે પ્રાપ્ત થતી માહિતી અનુસાર 5 દિવસથી વડોદરાનો રાણા પરિવાર સંપર્ક વિહોણો હતો. રેસ્ક્યુ કરાયેલા પરિવારના સભ્યો વડોદરા પરત ફર્યા છે. 

મહત્વનું છે કે 16 દિવસ બાદ પરિવાર હેમખેમ પાછો ફર્યો છે. જેને લઈને પરિવારના સભ્યોમાં રાહતની લાગણી જોવા મળી હતી. સ્થાનિક તંત્ર દ્વારા સારો સાથસહકાર મળ્યો હોવાનો પરિવારે દાવો કર્યો હતો. પોતાના ઘરે સહીસલામત પરિવાર પાછો ફરતા પરિવારે સિક્કિમ તંત્રનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે મોબાઈલ નૅટવક ના હોય પરિવાર સાથે સંપર્ક થતો ના હતો. 

સિક્કીમમાં ફસાયેલા આ પરિવારમાં ત્રણ વર્ષની બાળકી પણ હતી. જ્યારે વડોદરાથી ફરવા ગયેલા નવ લોકોનો સંપર્ક ન થતાં પરિવારમાં ભારે ચિંતા ફેલાઈ હતી. જોકે હવે પરિવાર હેમખેમ ઘરે પરત ફરતાં અન્ય કુટુંબીજનોમાં ખુશીની લાગણી છવાઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news