વડોદરા: સુપ્રસિદ્ધ રણું તુલજાભવાની માતાજીના મંદિરે ઉમટી માંઇભક્તોની ભારે ભીડ
પાદરાના સુપ્રસિદ્ધ રણું તુલજાભવાની માતાજીના મંદિરે આસો નવરાત્રિ નિમિતે માંઇભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પરંપરાગત આઠમ નિમિત્તે મહારાજા ગાયકવાડ દ્વારા અર્પણ કરવામાં આવેલ ઘરેણાંના આભૂષણનો માતાજીને ચઢવવામાં આવ્યા હતા
Trending Photos
વડોદરા: પાદરાના સુપ્રસિદ્ધ રણું તુલજાભવાની માતાજીના મંદિરે આસો નવરાત્રિ નિમિતે માંઇભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પરંપરાગત આઠમ નિમિત્તે મહારાજા ગાયકવાડ દ્વારા અર્પણ કરવામાં આવેલ ઘરેણાંના આભૂષણનો માતાજીને ચઢવવામાં આવ્યા હતા.
આસો નવરાત્રિના આઠવ નિમિતે પાદરાના સુપ્રસિદ્ધ રણું તુલજાભવાની માતાજીના મંદિરે સવારથી માઇભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અનેક માઇભક્તો અને પદયાત્રી માતાજીના મંદિરે આવી પહોંચ્યા હતા. આઠમા હવન સહિતના કાર્યક્રમો સરકારના આદેશ અને નિયમ મુજબ કરવામાં આવ્યા હતા.
ત્યારે પરંપરાગત મહારાજા ગાયકવાડ દ્વારા માતાજીને અર્પણ કરવામાં આવેલ ઘરેણાં અને આભૂષણો માતાજીને ચઢવવામાં આવ્યા હતા. મંદિર પાદરા પોલીસ પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને અનેક માઈકભક્તો માતાજીના દર્શનનો લહાવો લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે