VIDEO : 'દબંગ 3'નું ગીત મુન્ના બદનામ હુઆનું ટીઝર રિલીઝ થતા જ વાયરલ

આ ટીઝરને સલમાન ખાને શેયર કર્યુ છે અને ગીત વિશે માહિતી આપી છે

VIDEO : 'દબંગ 3'નું ગીત મુન્ના બદનામ હુઆનું ટીઝર રિલીઝ થતા જ વાયરલ

મુંબઈ : સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ દબંગ 3 બહુ જલ્દી રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ખાસગીત મુન્ના બદનામ હુઆનું ટીઝર જાહેર થયું છે. આ ગીતના ટીઝરમાં સલમાન પોતાની દબંગ સ્ટાઇલમાં જોવા મળ્યો છે. આ ગીતમાં સલમાન સાથે વારીન હુસૈનની જોડી જોવા મળી છે અને લોકોને આ ગીતની ઝલક બહુ પસંદ પડી છે. આ ગીતમાં બાદશાહના રેપ સાથે ચુલબુલ પાંડેનો અંદાજ જોવા મળ્યો છે. આ ટીઝરને શેયર કરીને સલમાને લખ્યું છે કે ''કમાલ ખાનનો અવાજ, બાદશાહનો રેપ તેમજ ચુલબુલ પાંડેની દબંગાઈ, સાંભળો મુન્ના બદનામ હુઆ.''

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

આ પહેલાં દબંગ 3નું ગીત યૂં કરકે રિલીઝ થયું હતું જેમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિંહાની જોડી જોવા મળી હતી. આ ગીત પણ લોકોને બહુ પસંદ આવી રહ્યું છે. આ પહેલા દબંગમાં મલાઇકા અરોરા પર શૂટ કરવામાં આવેલું મુન્ની બદનામ હુઇ જબરદસ્ત હિટ સાબિત થયું હતું. આ પછી દબંગ 2માં કરીના કપૂર પાસે ફેવિકોલ ગીત પર ડાન્સ કરાવવામાં આવ્યો હતો. આ વખતે દબંગ 3માં આઇટમ સોંગની જવાબદારી સલમાને પોતાના ખભા પર લીધી છે.

માહિરાનો બગડી ગયો ચહેરો? સુંદરતા પર લાગી ગયા ડાઘા!

સલમાનની આગામી ફિલ્મ દબંગ 3ને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કિચ્ચા સુદીપ, સોનાક્ષી સિંહા તેમજ સાઇ માંજરેકર જેવા કલાકારો મહત્વનો રોલ કરી રહ્યા છે. હાલમાં સલમાન આ ફિલ્મનો પુરજોશમાં પ્રચાર કરી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news