રવિ પુજારીએ પોતાના સંતાનોને ખુબ ઉચ્ચ અભ્યાસ કરાવ્યો, પુત્રી ખ્યાતનામ ક્રિમિનલ સાયકોલોજિસ્ટ

: બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ગુજરાતમાં લવાયેલા રવિ પુજારીની રહેણીકરણી અને વિચારસરણી કોઇ ઉદ્યોગપતિને પણ શરમાવે તેવી છે. રવિ પુજારી સાઉથ આફ્રિકામાં પોતાના પરિવાર સાથે સેટલ થઇ ચુક્યો હતો. તે સાઉથ આફ્રિકામાં નામ બદલીને ન માત્ર રહેતો હતો પરંતુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો. પરિવારમાં પત્ની, માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે. 

Updated By: Jul 24, 2021, 07:08 PM IST
રવિ પુજારીએ પોતાના સંતાનોને ખુબ ઉચ્ચ અભ્યાસ કરાવ્યો, પુત્રી ખ્યાતનામ ક્રિમિનલ સાયકોલોજિસ્ટ

મૌલિક ધામેચા/અમદાવાદ :: બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ગુજરાતમાં લવાયેલા રવિ પુજારીની રહેણીકરણી અને વિચારસરણી કોઇ ઉદ્યોગપતિને પણ શરમાવે તેવી છે. રવિ પુજારી સાઉથ આફ્રિકામાં પોતાના પરિવાર સાથે સેટલ થઇ ચુક્યો હતો. તે સાઉથ આફ્રિકામાં નામ બદલીને ન માત્ર રહેતો હતો પરંતુ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ ચલાવતો હતો. પરિવારમાં પત્ની, માતા અને બે બાળકોનો સમાવેશ થાય છે. 

બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો-નામ અનુસાર ખુબ જ ધાર્મિકવૃતિ
પુજારીએ પોતાની પુત્રીને ક્રિમિનલ-હ્યુમન સાયકોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કરાવ્યો છે. જ્યારે દીકરો સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે. પોતાના બંન્ને બાળકોને અંધારીઆલમથી દુર ખુબ જ અભ્યાસ કરવા માટે પ્રેરિત કરતો હતો. પોતે પણ ખુબ જ ધાર્મિક વૃતિનો છે. રોજે હનુમાન ચાલીસા અને પુજાપાઠ પાઠ કરીને જ દિવસની શરૂઆત કરે છે. આ ઉપરાંત કપડાનો ખુબ જ શોખીન છે. 

World Record: 47થી વધુ દેશોના 6.50 કરોડ ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરી બનાવ્યો રેકોર્ડ

પોતાના હોટલતો ઠીક નામની પણ ફ્રેંન્ચાઇઝી
રવિ પુજારી બિઝનેસમેન હોય તે પ્રકારે સમગ્ર આયોજન કર્યું હતું. પોતાની હોટલ ચાલુ કરી તેની ફ્રેન્ચાઇજી તો તે આપતો જ પરંતુ જો કોઇ રવિ પુજારીના નામ ખંડણી માંગવા ઇચ્છતું હોય તો નામની પણ ફ્રેન્ચાઇજી આપતો હતો. રવિ પુજારીના નામે તમે ખંડણી માંગવા ઇચ્છો તો વસુલાતની કેટલીક ચોક્કસ રકમ વસુલીને નામની ફ્રેન્ચાઇઝી પણ આપતો હતો. 

દાઉદની હત્યાનો ફુલપ્રુફ પ્લાન બનાવ્યા બાદ છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યું
દાઉદની હત્યાનો ફુલપ્રુફ પ્લાન રવિ પુજારી રાજનના કહેવાથી બનાવી ચુક્યો હતો. જો કે છેલ્લી ઘડીએ તેને લાગ્યું કે દાઉદને માર્યા બાદ પોતાની સલામતી અંગે ચિંતા થતા છેલ્લી ઘડીએ ફેરવી તોળ્યું હતું. છોટા રાજન સાથે સંબંધો બગડ્યા બાદ છોટા શકીલ સાથે મળીને પણ થોડો સમય કામ કર્યું હતું. પોતે બહાર કરતા જેલમાં સલામત હોવાનું લાગતા ધરપકડ વહોરી હતી. 

Vadodara Municipal Corporation ની પોલ ખૂલી, પાલિકાના ખાડા બન્યા બન્યા જીવલેણ

રવિ પુજારીની ત્રણ આઇપીએસ અધિકારી સતત પુછપરછ કરી રહ્યા છે. જો કે પોતે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલો નહી હોવાનું સતત રટણ કરી રહ્યો છે. કોર્ટના આદેશ અનુસાર વીડિયોગ્રાફી સાથે પોલીસ ઇન્ટરોગેશન ચાલી રહ્યું છે. જો કે ક્રાઇમબ્રાંચમાં તેને નીચે બેસાડાતા ગભરાઇ ગયો હતો અને બેંગ્લોરમાં તેને બેસવા માટે બાકડો અપાયાનું કહ્યું હતું. રિકવેસ્ટ સાથે તેને ખુરશી કે બાકડો આપવામાં આવે તેવી અપીલ કરી હતી. પોલીસ હાલ તો સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી રહી છે.

Parul University ના પ્રોફેસર વિરૂદ્ધ બદનક્ષીની ફરિયાદ, પત્ર કર્યો હતો વાયરલ

ગુજરાતમાં અનેક નેતા-ઉદ્યોગપતિઓને આપી ચુક્યો છે ધમકી
ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલને પણ રવિ પુજારી ધમકી આપી ચુક્યો છે. આ ઉપરાંત અમુલના એમડીને પણ ધમકી આપી ચુક્યો છે. આ ઉપરાંત બોલિવુડમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને હાલમાં વિવાદોમાં રહેલા રાજ કુન્દ્રાને પણ ધમકી આપી ચુક્યો છે. જો કે છેલ્લા 5 વર્ષથી તે અંધારી આલમ છોડી ચુક્યો હોવાનું પણ પોલીસને જણાવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube