મોડાસા દુષ્કર્મકાંડમાં CID-FSL દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, સ્થાનિકોની પુછપરછ

ગુજરાતના બહુચર્ચિચ મોડાસા દુષ્કર્મ કેસમાં હવે સીઆઇડી ક્રાઇમે સ્થળ તપાસ ચાલુ કરી છે. આજે CID ક્રાઇમનાં DIG દ્વારા FSL ને સાથે રાખીને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવતા DIG ગૌતમ પરમારે જણાવ્યું કે, સમગ્ર ઘટનાનું વૈજ્ઞાનિક ઢબે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય પાસાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. FSL રિપોર્ટ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, યોગ્ય સમયે તેનો પણ ખુલાસો કરવામાં આવશે. હાલ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે.

મોડાસા દુષ્કર્મકાંડમાં CID-FSL દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, સ્થાનિકોની પુછપરછ

* CID દ્વારા સાયરમાં દુકાનદારોની પૂછપરછ કરી
* યોગ્ય સમયે FSL રિપોર્ટ સામે લાવીશું-CID
* CID ક્રાઇમના DIG અને FSLની તપાસ 
* વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે-ગૌતમ પરમાર 

સમીર બલોચ/ અરવલ્લી: ગુજરાતના બહુચર્ચિચ મોડાસા દુષ્કર્મ કેસમાં હવે સીઆઇડી ક્રાઇમે સ્થળ તપાસ ચાલુ કરી છે. આજે CID ક્રાઇમનાં DIG દ્વારા FSL ને સાથે રાખીને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવતા સીટના વડા ગૌતમ પરમારે જણાવ્યું કે, સમગ્ર ઘટનાનું વૈજ્ઞાનિક ઢબે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય પાસાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. FSL રિપોર્ટ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, યોગ્ય સમયે તેનો પણ ખુલાસો કરવામાં આવશે. હાલ સમગ્ર મુદ્દે તપાસ ચાલી રહી છે.

સીઆઇડી દ્વારા રિકન્સ્ટ્રક્શન ઉપરાંત સ્થાનિકોની પુછપરછ પણ કરવામાં આવી હતી. અમરાપુર ગામની મુલાકાત લેવામાં આવી હતી. સ્થાનિક લોકોમાં શું વાતચીત છે તેનો પણ તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલાક મુખબીરો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી હતી. હાલ તો જો કે નાનકડમાં ગામમાં સીઆઇડી અને એફએસએલનાં અધિકારીઓ અને ગાડીઓનો કાફલો આવતા વાતાવરણમાં ઉકળાટ આવી ગયો છે. લોકોનાં કુતુહલવશ ટોળા એકત્ર થઇ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news