જૂનાગઢમાં વહે છે લાલ નદી! કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

નદીમાં કેમિકલયુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉબેણ નદીમાં જેતપુર ડાઇંગની સાડી ધોવાના ઘાટનું પાણી ભળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધંધુસર બાલોટ તરિયાધર નાદરખી રૂપાવટી મજેવડી સહિતના સરપંચ અને ખેડૂતોએ કલેકટરને આવેદનઆપ્યું હતું. નદીમાં કેમિકલયુક્ત લાલ પાણી થઈ જતા હજારો હેકટર જમીનને નુકશાન. આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો જનઆંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. 
જૂનાગઢમાં વહે છે લાલ નદી! કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ભાવીન ત્રિવેદી/જૂનાગઢ: નદીમાં કેમિકલયુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉબેણ નદીમાં જેતપુર ડાઇંગની સાડી ધોવાના ઘાટનું પાણી ભળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધંધુસર બાલોટ તરિયાધર નાદરખી રૂપાવટી મજેવડી સહિતના સરપંચ અને ખેડૂતોએ કલેકટરને આવેદનઆપ્યું હતું. નદીમાં કેમિકલયુક્ત લાલ પાણી થઈ જતા હજારો હેકટર જમીનને નુકશાન. આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો જનઆંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. 

આજે જેતપુર સાડી ઉદ્યોગનું પાણી ઉબેણ નદીમાં ઘણા લાંબા સમયથી આવે છે. હાલ જ્યારે કેમિકલયુક્ત લાલા પાણી આવતા અમારી જીવાદોરી સમાન ઉબેણ નદી ખુબજ પ્રદુષિત બની છે. આવતું પાણી એટલી હદે પ્રદુષિત છે કે, પાણીમાં રહેલા માછલાં પણ મૃત્યુ પામે છે. પશુધન પણ આ પ્રદુષિત પાણી વપરાશ તો ટીક પીવા યોગ્ય પણ નથી. અમારા સીમતળમાં આવેલ કુવા કે બોરમાં લાલ પાણી આવવા લાગ્યું છે. એટલે હવે ગામમાંથી હિજરત કરવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મનુષ્ય જાતિ ઉપર પણ પાણી જન્ય રોગોનો ફોલાવો થઈ રહયો છે. તંત્ર પાસે અમારી માંગ છે કે, તાત્કાલિક આ કેમિકલયુક્ત પાણી નદીમાં બંધ કરવામાં આવે નહિતર ના છૂટકે ખેડૂતોને અને આજુબાજુ ના ધંધુસર બાલોટ મજેવડી તરિયાધર સહિત ના ગામના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.

એક તરફ સરકાર મોટી મોટી વાતો કરે છે. ખેડૂતોની આવક બમણી કરવાની છે ત્યારે આવા પ્રદુષિત પાણીથી ખેડૂતોની જમીન બંજર બનતી જાય છે. એટલે આ ઉબેણ નદીમાં આવતું કેમિકલયુક્ત લાલ પાણી તત્ક્લિક બંધ કરવું જોઈએ.  આજે કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે એ કેમિકલ યુક્ત પાણીથી ખેતીને પાક બળી જાય છે. પશુ પક્ષી પણ આ પ્રદુષિત પાણી પિય મૃત્યુનો ભોગ બને છે. ઉબેણ નદીનું પાણી લાલ થતા ભેસાણથી વંથલી સુધી આવતા અનેક ગામોના ખેડૂતોને અસર જોવા મળી રહી છે. જેના લીધે ભવિષ્યમાં ખેડૂતોને મોટા પાયે નુકશાન થશે. જેમાં જમીન અને પશુ ધનને પણ મોટું નુકશાન થશે તેમ ખેડૂતોનું માનવું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news