shocked

RAJKOT માં હત્યાની તપાસ કરી રહેલી પોલીસ સામે જે આવ્યું તે જોઇને ચોંકી ઉઠી

જસદણનાં આટકોટમાં 19 દિવસ પહેલા થયેલી આધેડની હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે ચાર સગીર સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં લૂંટનાં ઇરાદે આવેલા શખ્સોને જોઇ જતા આઘેડને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની પુછપરછ કરતા મજૂરી કામ કરવા મધ્યપ્રદેશ થી આવ્યા હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Sep 28, 2021, 12:03 AM IST

AHMEDABAD માં પુત્રએ આપઘાત કરતા પિતાનો પણ આપઘાત, કારણ જાણીને ચોંકી ઉઠશો

બોપલમાં પિતા પુત્રના આપઘાતની ઘટના સામે આવી છે. દેવું થઈ જતા પુત્રએ આપઘાત કર્યો તો બીજા દિવસે પુત્રના મોતના આઘાતમાં પિતાએ પણ આપઘાત કરી લીધો હતો. પિતા અને પુત્રનું એક સાથે અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું. જો કે આ બંન્ને પિતા પુત્રએ શા માટે આપઘાત કર્યો તે સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે. 

Sep 8, 2021, 11:00 PM IST

ત્રિપલ તલાકની આ ઘટના સાંભળી ચોંકી ઉઠશો, માણસ આટલો નિષ્ઠુર કઇ રીતે હોઇ શકે?

શહેરના ગુંદલાવ રહેતી એક મુસ્લિમ પરિણીતાને 3 દીકરીઓને જન્મ આપતા પતિએ તલાક આપ્યા હોવાથી મહિલા પોલીસ મથકે મામલો પહોંચ્યો છે. દેશમાં ટ્રિપલ તલાક પ્રથા વિરુદ્ધ ભાજપ સરકારે કાયદો પસાર કર્યો છે. ટ્રિપલ તલાક આપનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલણ શહેર નજીક આવેલા ગુંદલાવના દાયલ નગર ખાતે રહેતા એક મુસ્લિમ યુવકે લગ્નના 11 વર્ષ બાદ તેની પત્નીએ 3 દીકરીઓને જન્મ આપતા પતિએ ત્રણ વખત તલાક તલાક તલાક કહી મહિલાને છૂટી કરી મુકતા લાચાર બનેલી મુસ્લિમ મહિલા 15 દિવસની બાળકી સાથે ન્યાય મેળવવા સીટી પોલોસ મથકે આવેલા મહિલા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવી પહોંચી હતી. 

Sep 3, 2021, 09:12 PM IST

AHMEDABAD માં બેઠાબેઠા અમેરિકનોને અજબ રીતે છેતરતી ગેંગ ઝડપાઇ, પોલીસ પણ ચોંકી ઉઠી

* સાયબર ક્રાઇમે પકડ્યું બોગસ કોલ સેન્ટર
* બે આરોપીઓને  ઝડપતા સામે આવી નવી મોડ્સ ઓપરેન્ડી
* હવે ચાલે છે માત્ર બે કે ચાર સીટીંગના ઘરમાંથી જ કોલ સેન્ટર
* મોબાઈલ એપ્લિકેશન મારફતે નંબર આપ્યા વગરજ વિદેશી નાગરિકોને છેતરવાની નવી મોડેશ ઓપરેન્ડી સામે આવી 

Aug 21, 2021, 05:47 PM IST

કેનાલ કિનારે રહેલી જાળીથી 2 વ્યક્તિઓનો જીવ બચાવનાર પોલીસ જવાનની બહાદુરી જોઇ ચોંકી ઉઠશો

ભાટ ગામ નજીક પોતાના 8 વર્ષના દીકરાની સારવાર કરાવી ઘનશ્યામસિંહ ઘરે જઈ રહ્યા હતા ત્યારની આ ઘટના છે. જ્યારે તેઓ ભાટ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલ પર ટોળું ઊભેલું જોયું. તેઓએ તપાસ કરતા કોઈ વ્યક્તિ નર્મદા કેનાલમાં ડૂબી રહ્યો હતો. ઘનશ્યામસિંહએ પળવારનો પણ વિચાર કર્યા વગર પોતાની ગાડીમાંથી પક્કડ લઈ કેનલ પર પહોંચ્યા. કેનાલ પર ફેંસિંગ કરી લગાવેલા તાર કાપ્યા. અને ત્યાં ઉભેલા એક-બે લોકોની મદદથી તેઓ તાર વડે કેનાલમાં ઉતર્યા.

Aug 1, 2021, 05:32 PM IST

RAJKOT માં તપાસ કરી રહેલા RAW ના અધિકારીને પોલીસે ઝડપ્યા અને પછી સામે આવ્યું તેનાથી મચ્યો હડકંપ

* મહેનત વગર પૈસા કમાવવા અને લોકોને વાતોમાં લપેટીને 
* પૈસા પડાવવા જતી અનેક ટોળકીઓ અત્યારે શિકારની 
* શોધમાં ફરતી હોય છે. આવા જ એક ભેજાબાજની પોલીસે 
* ધરપકડ કરી છે. આ ભેજાબાજ ઓડિશાનો IPS અને RAW એજન્ટ 
* તરીકેની ઓળખ આપી લોકોને છેતરતો હોવાનું સામે આવ્યું છે.

Jul 18, 2021, 07:52 PM IST

અમદાવાદના પોલીસ સ્ટેશનમાં PI,PSI સહિત 16 પોલીસ કર્મી એક સાથે સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી ઉઠશો

શહેરના પોલીસ બેડામાં જવલ્લેજ બને તેવી ઘટના સામે આવી છે. ડીજીપી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનાં PI,PSI સહિત કુલ 16 ના સ્ટાફને એક જ ધડાકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા પહેલાથી જ નિયમ બનાવાયો છે કે, જ્યાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની સફળ રેડ હોય ત્યાં પીએસઆઇ તે તેની નીચેના જવાબદાર સ્થાનિક પોલીસ સ્ટેશનનાં અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. જો કે, મનપસંદ જીમખાના પ્રકરણમાં ખુબ જ મોટી રકમ અને મોટા પ્રમાણમાં જુગાર રમાઇ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે ડીજીપી દ્વારા ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી હતી. 

Jul 15, 2021, 11:52 PM IST

VADODARA: પોલીસે જમીનમાં ખાડો ખોદ્યો અને અંદરથી જે મળ્યું તે જોઇને ચોંકી ઉઠી

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે શરાબનો ગેરકાયદે વેપલો કરતા બુટલેગરો પોલીસની નજરથી બચવા અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. વડોદરા શહેરમાં પણ કંઈક એવું બન્યું કે, સ્મશાનમાં શરાબનો જથ્થો છુપાડેલો હોવાની માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા રેડમાં હાજર તમામ સ્ટાફના માણસો આશ્ચર્યમાં મુકાયા હતા.

Jul 5, 2021, 07:26 PM IST

ATM કાર્ડની ઉઠાંતરી અને બાદમાં ગાયબ થઇ ગયા પૈસા, તરકીબ જાણી ચોંકી ઉઠશો

સાયબર ક્રાઈમના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યાં છે. સાયબર ભેજાબાજ અવનવી મોડસ ઓપરેન્ડીથી લોકોને છેતરવાનું મૂકતાં નથી. જૂનાગઢમાં આવો જ એક ભેજાબાજ પોલસી સકંજામાં સપડાયો છે. પરપ્રાંતિય શખ્સ એટીએમ કાર્ડથી છેતરપિંડી કરી અનેકને લાખોનો ચૂનો લગાવી ચૂક્યો છે. 

May 16, 2021, 11:43 PM IST

ન્યૂઝ ચેનલમાં આરોપીઓની તસ્વીર જોઇ એક વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને થયા ચોંકાવનારા ખુલાસા

સોલામાં વૃદ્ધ દંપતીના હત્યારાઓએ નવરંગપુરા માં પણ એક મકાન માં લૂંટ કરવા ઘુસ્યા હતા પણ સફળ થયા નોહતા, ટ્રાન્સફર વોરન્ટ આધારે આરોપીઓની નવરંગપૂરા પોલીસે કરી ધરપકડ કરી છે. અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતીની હત્યા કરનાર આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ નવરંગપુરા વિસ્તારમાં પણ સુવાસ કોલોનીમાં મોડી રાત્રે તલવાર, ચપ્પુ, અને દેશી કટ્ટા જેવા હથિયાર લઈને ધાડ કરવાના ઇરાદે ફરિયાદીના ઘરમાં ગુસ્યા હતા. 

Mar 21, 2021, 09:59 PM IST

વર્ષો જૂના સંબંધોને લાગ્યુ લાંછન, જ્યારે મિત્રએ જ મિત્ર સાથે કર્યો વિશ્વાસઘાત

અત્યારના સમયમાં ગમે તેટલા ગાઢ મિત્રો હોય પણ તેના પર વિશ્વાસ કરવો કે ના કરવો તે સવાલ ચોક્કસથી ઉભો થાય જ્યારે આ કિસ્સો વાંચી જાવ. રાજસ્થાનના જયપુરમાં ચોરોએ ઘરમાં છૂપાવેલા મોટી માત્રાના ચાંદીને ચોરવા એવી મોડસ ઓપરેન્ડી વાપરી કે કોઈ વિચારી પણ ના શકે. તબીબના ઘરમાં ચોરી કરવા માટે ચોરોએ લાખો રુપિયા ખર્ચ્યા હતાં. 

Mar 2, 2021, 10:26 PM IST

જૂનાગઢમાં દારૂ મંગાવવા માટેનો અનોખો પેંતરો, પોલીસે પણ કહ્યું ધન્ય છે પ્રભુ ક્યાંથી લાવો છો મગજ !

* જૂનાગઢમાં કુરીયરમાં આવી દારૂની બોટલ
* દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો પેંતરો
* બે શખ્સોએ અન્ય રાજ્યમાંથી કુરીયરમાં દારૂ મંગાવ્યો
* પાર્સલમાં દારૂની બોટલ ફુટી જતાં બુટલેગરોનો ભાંડો ભૂટ્યો
* પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધ્યો

Feb 14, 2021, 07:49 PM IST

સાયબર ક્રાઇમની ડાર્કવેબનાં કાવાદાવા જોઇને તમે થથરી જશો, સાયબર ક્રાઇમની અદ્ભુત કામગીરી

* ડેટાની વિશાળ દુનિયા
* હેકર અને સાયબર ટેરેરિસ્ટ ડેટાનુ ખુબજ મહત્વ
* ડેટાચોરી કરી હેકરો કમાય છે કરોડો રૂપિયા
* ડીલરો ,બીઝનેસ અને હોટેલ લીસ્ટનો ડેટા પણ વેચે છે હેકર્સ

Feb 9, 2021, 09:52 PM IST

વીમો પકવવા માટે અજબ તરકીબ, ભંગારના ડેલામાં પોલીસ પહોંચી તો ચોંકી ઉઠી

વીમો પકવવા માટે જૂના ટ્રકને ભંગારમાં વેચી દઈ વલસાડ પારડી પોલીસ મથકમાં ટ્રક ચોરી અંગેની ખોટી ફરિયાદ નોંધાવ્યા બાદ વલસાડ એલ.સી.બી.એ તપાસ કરતાં ટ્રક અને ટ્રેલર ચોરીના ગુના ધુલે મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી આશરે ૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, કિલ્લા-પારડીના વિપુલ કોમ્પલેકસમાં રહેતા કપ્તાન સિંહ રામનિયાદ સિંહ રાજપૂતન વલસાડના ગુંદલાવ હાઈવે પર આવેલ શેરે પંજાબ નામની હોટલની બાજુમાં ભારત બેન્ઝ ટ્રક નંબર જીજે 15 /એટી / 9996 વળી 8 લાખની કિંમતની ટ્રક ચોરી અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ માલિકની ૩ ટ્રકો પારડી વિસ્તારમાંથી પણ ચોરી થતાં પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચોરી અંગે વલસાડ એલસીબી ટીમ દ્વારા ટ્રક ચોરી અંગે તપાસ કરાવતા ચોરીના ગુનામાં ટ્રક હઝરત ઉર્ફે રાજુ રહે મહારાષ્ટ્ર ધુલિયામાં મુંબઈ આગરા હાઇવે ઉપર સ્ક્રેપનું ગોડાઉન ચલાવે છે. 

Dec 29, 2020, 10:16 PM IST

ગુજરાત: હુમલો આ વીડિયો જોઇ કોઇ પણ ગુજરાતી થથરી જશે, ગુજરાતમાં ક્યારે આવું પણ બની શકે?

  જિલ્લાનાં વેરાવળ શહેરનાં ભાલકા વિસ્તારમાં પોતાનો પ્લોટ જોવા માટે ગયેલા શીખ પરિવારનાં સભ્યો પર તેના જ પરિવાર દ્વારા તલવાર અને પાઇપો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ વીડિયામાંવાયરલ થઇ રહ્યો છે. પોલીસે ગુનો નોંધીને આ અંગે કાયદેસરનો ગુનો નોંધીને તપાસ આદરી છે.

Dec 24, 2020, 08:54 PM IST

જૂનાગઢમાં વહે છે લાલ નદી! કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો

નદીમાં કેમિકલયુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉબેણ નદીમાં જેતપુર ડાઇંગની સાડી ધોવાના ઘાટનું પાણી ભળી જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ધંધુસર બાલોટ તરિયાધર નાદરખી રૂપાવટી મજેવડી સહિતના સરપંચ અને ખેડૂતોએ કલેકટરને આવેદનઆપ્યું હતું. નદીમાં કેમિકલયુક્ત લાલ પાણી થઈ જતા હજારો હેકટર જમીનને નુકશાન. આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો જનઆંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. 

Dec 4, 2020, 11:49 PM IST

સુરત: 9 મિનિટમાં 15 લાખના હીરાની દિલધડક ચોરી, ચોરનું નામ જાણી તમે પણ ચોંકી જશો

શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ગજ્જર કમ્પાઉન્ડના એક હીરાના કારખાનામાંથી 15 લાખ રૂપિયાનાં હીરાની ચોરી ગણત્રીની મિનિટોમાં થઇ ગઇ હતી. રફ હીરાની ચોરી થતા વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ દોડતી થઇ હતી. સીસીટીવીમાં તમામ ચોર માસ્ક પહેરીને આવ્યા હતા જેથી તેમની ઓળખ શક્ય બની નહોતી. આ ઉપરાંત તમામ દરવાજા અને તિજોરી ચાવી દ્વારા જ ખોલવામાં આવી હોવાથી પોલીસ પણ વિચારમાં પડી હતી.

Sep 22, 2020, 11:50 PM IST

અમદાવાદ: પેરોલ જમ્પ કરીને ભાગેલો આરોપી જમીનની 6 ફુટ અંદરથી મળી આવ્યો, SOG પણ ચોંકી ઉઠી

હત્યાના કેસમાં પેરોલ જમ્પ કરેલા આરોપીની શોધખોળ કરતા તેની જ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે કુખ્યાત આરોપીની હત્યામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી છે અને હત્યાના બનાવ પરથી પડદો ઉચકી લીધો છે. અમદાવાદ SOG ની કસ્ટડીમાં રહેલા બે આરોપી વિજયસિંગ સુરેશસિંગ ઠાકુર અને અબ્દ્દુલ્લા છે. બંન્ને આરોપીની ધરપકડ હત્યા કરી લાશને દાટી દઈ પુરાવાના નાશ કરવાના ગુનામાં કરવામાં આવી છે. ઝડયાપેલા બંન્ને આરોપી એ 40 દિવસ પહેલા નવસારીના ચિખલીમાં ચિંતન શાહ નામના ફરાર આરોપીની હત્યા કરી હતી. 

Aug 27, 2020, 11:44 PM IST

કેન્દ્રના બે અલગ અલગ સર્વેમાં ગાયબ થઇ ગયા 2 લાખ બાળકો, સુપ્રીમ ખફા

બાળકોની પાસે પણ હૃદય અને આત્મા છે, તેમને માત્ર ગણવા માટેની વસ્તુ તરીકે ન જોવામાં આવવું જોઇએ, આ એક ખુબ જ ગંભીર મુદ્દો

Aug 21, 2018, 09:59 PM IST