રંગીનમિજાજ લોકોને ખુશ કરવા ગુજરાતમાં અહીં ચાલી રહ્યું કુટણખાનું, જાણો કેવી રીતે ચાલતો દેહવ્યાપારનો ખેલ
પોરબંદર જિલ્લો જે રીતે પહેલા તેના ગુનાહિત ઈતિહાસ માટે જાણીતો હતો તે સ્થિતિને જોતા આજે પોરબંદર જિલ્લો રાજ્યના અન્ય જિલ્લાની દ્રષ્ટિએ ખૂબ જ ઓછો ક્રાઈમ રેટ ધરાવે છે તેમા પણ પોરબંદર જિલ્લામાં કૂટણખાના સહિતના ગુનાઓ તો નહીવત જોવા મળતા હોય છે
Trending Photos
અજય શીલુ/પોરબંદર: રાજ્યના મોટા શહેરોમાં તો કૂટણખાના પકડાવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ નાના એવા પોરબંદર શહેરમાં પણ મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાતા જિલ્લા ભરમાં આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે ત્યારે ચાલો જોઈએ ક્યાંથી ઝડપાયું આ કૂટણખાનું અને કેટલા સમયથી ચાલતો હતો દેહવ્યાપારનો આ ખેલ.
પોરબંદર જિલ્લો જે રીતે પહેલા તેના ગુનાહિત ઈતિહાસ માટે જાણીતો હતો તે સ્થિતિને જોતા આજે પોરબંદર જિલ્લો રાજ્યના અન્ય જિલ્લાની દ્રષ્ટિએ ખૂબ જ ઓછો ક્રાઈમ રેટ ધરાવે છે તેમા પણ પોરબંદર જિલ્લામાં કૂટણખાના સહિતના ગુનાઓ તો નહીવત જોવા મળતા હોય છે પરંતુ ઘણા સમય બાદ પોરબંદરમાંથી કૂટખાણનુ પકડાયાની ઘટના સામે આવી છે. પોરબંદરના શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કર્લિ પુલ નજીક આવેલ મફતિયાપરામાં આવેલ રહેણાંક મકાનમાં દેહવિક્રયની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી.
આ અંગેની જાણકારી મળ્યેથી પોલીસ દ્વારા પંચોને બોલાવી ડમી ગ્રાહકને મોકલી રેડ કરવામાં દેહવિક્રયની પ્રવૃત્તિ ચાલતી હોય અને જેમના દ્વારા આ કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યુ હતુ તે સંતોક વાઘેલા તેમજ બે ગ્રાહકો જેમનુ નામ ભીખુ પાંડાવદરા તેમજ જયમલ મોઢવાડીયા મળી આવતા પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ધ ઈમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્સન એક્ટની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પોરબંદર પોલીસે બાતમીને આધારે જે રીતે કૂટણખાનું ઝડપી આ પ્રવૃત્તિમાં સામેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કેટલા સમયથી આ રીતની પ્રવૃતિ અહીં ચાલતી હતી તે અંગે સિટી ડીવાયએસપી જણાવ્યુ હતુ કે,પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન અત્યાર સુધીમાં એવુ જાણવા મળ્યુ છે કે, કુટણખાનું ચલાવતી મહિલા પોતાના રહેણાંક મકાનમાં છેલ્લા એક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવતી હતી અને જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પરથી મહિલાઓને દેહવિક્રય માટે અહી બોલાવી આ ધંધામાં ધકેલતી હતી.
કૂટણખાને આવતા ગ્રાહકો આરોપી મહિલાનો સંપર્ક કરીને જે જગ્યા પરથી પોલીસે આ કૂટણખાનું ઝડપી પાડ્યું છે તે સ્થળ પર આ પ્રવૃતિ માટે આવતા હતા. પોલીસે હાલ તો આ કૂટણખાનુ ચલાવતી મહિલા તેમજ બંને ગ્રાહકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય કોઈ વ્યકિતઓ સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.સિટી ડીવાયએસપી નિલમ ગૌસ્વામીએ પોરબંદરવાસીઓને અપીલ પણ કરી છે કે,આવી ગેરકાયદેસર પ્રવૃતિ જો ક્યાય ચાલતી હોય તો પોલીસને જાણકારી આપે જેથી પોલીસ આ પ્રકારની પ્રવતિઓને ડામી શકે.
પોરબંદર જિલ્લામાં દેહવિક્રયની આ પ્રકારની પ્રવૃતિનો પર્દાફાશ થતાં હાલ તો આ ઘટનાને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે. જો કે,પોલીસ દ્વારા હાલ તો આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આગળની તપાસમાં આ કેસ અંગે શુ વધુ ખુલાસા થાય તે તો આરોપીઓની વધુ પૂછપરછ અને તપાસ બાદ જ વધુ જાણકારી સામે આવશે પરંતુ હાલ તો આ ઘટનાઓ પોરબંદરમાં ભારે ચર્ચા જગાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે