Video : મહિલાની મૂર્ખામીને કારણે બે માસના બાળકનો જીવ ગયો હોત, RPF કોન્સ્ટેબલ ભગવાન બનીને આવ્યો
ભરૂચમાં RPFનાં જવાનની સમય સુચકતાએ એક મહિલા અને બે માસના બાળક જીવ બચાયો છે. રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં અચાનક મહિલાનો પગ લપસ્યો હતો અને મહિલાની પટકાતા આરપીએફ જવાને બંનેને સાઈડમાં ખેંચી લેતા મહિલા અને બે માસનાં બાળકો આબાદ બચાવ થયો છે.
Trending Photos
ભરત ચુડાસમા/ભરૂચ :ભરૂચમાં RPFનાં જવાનની સમય સુચકતાએ એક મહિલા અને બે માસના બાળક જીવ બચાયો છે. રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં અચાનક મહિલાનો પગ લપસ્યો હતો અને મહિલાની પટકાતા આરપીએફ જવાને બંનેને સાઈડમાં ખેંચી લેતા મહિલા અને બે માસનાં બાળકો આબાદ બચાવ થયો છે.
રેલવે સ્ટેશનમાં 4 નંબરના પ્લેટફોર્મ પર આ ઘટના બની હતી. એક મહિલાએ ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચઢવા જતા તે નીચે પટકાઈ હતી. આ મહિલાના હાથમાં બે માસનું બાળક પણ હતું. જોકે, રેલવે સ્ટેશન પર ફરજ બજાવી રહેલ RPF કોન્સ્ટેબલની સમયસૂચકતાને કારણે મોટી ઘટના ટળી ગઈ હતી. કોન્સ્ટેબલે તરત મહિલા અને બે માસના બાળકને ટ્રેનમાંથી બહાર કાઢ્યા હતા. જેથી બંનેનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેની સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે