ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાંચમી પાર્ટી મેદાનમાં, સપાએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં ઉતરી... 20 ઉમેદવારોની યાદી કરી જાહેર... પાર્ટીએ મેનિફેસ્ટો પણ જાહેર કર્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાંચમી પાર્ટી મેદાનમાં, સપાએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું

દિનેશ ચંદ્રવાડિયા/ઉપલેટા :ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં ખરાખરીને ખેલ જામ્યો છે. 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક પછી એક રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી રહી છે. એક તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિપાંખિયો જંગ છે. તો બીજી તરફ અસુદ્દીન ઔવેસીની પાર્ટી પણ ઉમેદવારોને મેદાનમાં લાવી છે. ત્યારે ચૂંટણીમાં વધુ એક પાર્ટીએ ઝંપલાવ્યું છે. 2022 વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતમાં સમાજવાદી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. રાજકોટ ઉપલેટા ખાતે પ્રેસ કોન્ફરન્સમા પાર્ટીએ 20 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં 13 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે, અને 7 બેઠકો પર ઉમેદવારના નામની ચર્ચા ચાલી રહી છે તેવું જણાવ્યું.  

ઉપલેટાથી સમાજવાદી પાર્ટી 13 બેઠકો પર પોતાના ઉમેદવારના 13 નામ જાહેર કર્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયુ કે, સમાજવાદી પાર્ટીની પ્રથમ ચરણમાં 7 સીટ ઉપર ઉમેદવારોના નામ પાર્લામેન્ટ્રી બોર્ડમાં વિચાર વિમર્શમાં છે. હાલ પહેલા તબક્કામાં 20 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આવતા 2 દિવસમાં વધુ સીટો ઉપર ઉમેદવારો જાહેર કરાશે. ગુજરાત સમાજવાદી પાર્ટી પ્રદેશ ઉપ-પ્રમુખ મયુર સોલંકી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ સમાજવાદી પાર્ટીના મેનિફેસ્ટો પણ બહાર પાડવામાં આવ્યું છે. 

ઉમેદવારોનું લિસ્ટ

  • અબડાસા - જગદીશભાઈ જોશી
  • માંડવી - કટુઆ ચંચલબેન નારણભાઈ
  • ભુજ - નોડે કાસમભાઇ
  • ગાંધીધામ (એસ.સી) - વઢયા લાલજીભાઈ
  • જેતપુર - રાજુભાઈ અરજણભાઈ સરવૈયા
  • દ્વારકા - હમીરભાઇ ડેર
  • ભાવનગર રૂરલ - ગરીયાધર ગુણવંતભાઈ મોહનભાઈ
  • સુરત ઈસ્ટ - ચશ્માવાલા મસુર અહેમદ
  • ઉધના - સોહેલભાઈ
  • વલસાડ - કમલેશભાઈ યોગી
  • રાધનપુર - ભુરાભાઈ રાવલ
  • વેજલપુર - જગદીપ મર્ચન્ટ
  • અમરાઈવાડી - શ્રી વિશ્વકર્મા

મહેશ વસાવાનો ખુલાસો, ભાજપમા નથી જવાનો
હાલમાં જે સોશિયલ મીડિયામાં BTP અને BJP ના ગઠબંધન સમાચાર વાયરલ થયા છે. ત્યારે આ અંગે બીટીપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યા કે, ગઠબંધનના ખોટા સમાચાર ફેરવી રહ્યા છે અને BTP ને બદનામ કરવાનું ખોટી અફવા ફેલાવી રહ્યા છે, ખોટી અફવા ફેલાવી નહી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news