Tourists Stuck At Dang Waterfall : ડાંગ જિલ્લાના ભીગુ ધોધમાં અચાનક આવેલા પૂરમાં ફસાયેલા પ્રવાસીઓ પરસ્પર સહયોગથી બચી શક્યા. આ ઘટના દર્શાવે છે કે કુદરતી સ્થળોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવું અને સલામતીના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Dang Heavy Rain : છેલ્લાં 24 કલાકમાં ડાંગમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ડાંગ ફરવા જનારા પ્રવાસીઓ વધી રહ્યા છે. આવામાં :સાપુતારા આવતા સહેલાણીઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. નદી, નાળા, કોતરો, જળધોધમાં ઉતરવું નહીં અને ખીણ પ્રદેશ, ડુંગરો, વન્યજીવો સાથે જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી ન કરવા સૂચનો અપાયા.
Dang Accident News : ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત.. ઉત્તર પ્રદેશની ખાનગી બસ ખીણમાં ખાબકતાં 5 યાત્રાળુઓના મોત.. શિરડીથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત.. અનેક ઘાયલ હોવાની માહિતી..
Kho Kho World Cup 2025 India : ડાંગની યુવતીએ દેશમાં વગાડ્યો ડંકો.... ખો-ખોની ભારતીય ટીમમાં મેળવ્યું સ્થાન.... વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત.... બીલીઆંબા ગામની ઓપીના ભીલારે ટીમમાં મેળવ્યું સ્થાન...13થી 19 જાન્યુઆરી વચ્ચે યોજાશે વિશ્વકપ
ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ; આગામી 45 દિવસ સુધી રાજ્યભરમાં થશે ક્રોપ સર્વે. ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં પાણીપત્રક નમૂના નં. ૧૨માં પાકની ૧૦૦ ટકા નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા થશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
Shabridham Gujarat Tourism : સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024... રામ-શબરીના મિલન સ્થળ ‘શબરી ધામ’ ખાતે રૂ. 10 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ.. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભોજન શાળા, સ્પેશિયલ રૂમ, વેટિંગ એરિયા સાથેના ભવ્ય યાત્રી નિવાસનું કરાયું નિર્માણ... બીજા તબક્કામાં સભા મંડપ, પાર્કિંગ, સોલાર સિસ્ટમ સહિત 16 જેટલી સુવિધાઓનો થશે વિકાસ
થોડા દિવસોથી ઘરમાં ઝગડા થતાં હોય પોતાના જ પતિએ ઘરમાં જ મોત નીપજાવતા સનસનાટી મચી ગઈ છે. મૃતક યુવતીનો પતિ અવાર નવાર ચારિત્રય બાબતે આક્ષેપો કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલો જામકંડોરણા તાલુકાના ચિત્રાવડને જોડતો 1970ની સાલમાં બનેલો કોઝ-વે ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે પ્રથમ વરસાદે જ તૂટી જતા ઉપલેટાના ખીરસરા તરફના 15 થી 20 જેટલા ગામો તેમજ જામજોધપુરના ચિત્રાવડ તરફના 15થી 20 જેટલા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે.
Heavy Rainfall in Dang: આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર આભ ફાટ્યું છે. જેના કારણે ત્યાં ધોધમાર વરસાદ થયો છે. આ સાથે આભ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.
Accident News : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક ગંભીર અકસ્માત સર્જાયો. ટામેટા ભરેલી ટ્રક વહેલી સવારે 3 વાગ્યે ઘરમાં ઘૂસી ગઈ હતી, જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
Ram Mandir : માતા શબરીના વંશજો અયોધ્યા જઈ પરમ પુજ્ય ભદ્રાચાર્યજી મહારાજને ડાંગ જિલ્લા ના શબરીધામથી બોર અને ધનુષ બાણ ભેટ ધરશે. રામ મંદિર બનતું જોઈને હરખાયા શબરીના વંશજો
મિતેશ માલી/પાદરા: હાલ શ્રાવણનો અધિકમાસ ચાલી રહ્યો છે. ત્યારે દેશભરમાં શિવ ભક્તો ભગવાન શિવની આરાધના કરતા હોય છે, ત્યારે જંબુસર તાલુકામાં ઘનશ્યામ પટેલના ઘરે શિવજીની પ્રતિમા ફ્રિજમાં પ્રગટ થઈ હોય તેવી વાત વાયુ વેગે પ્રસરી જતા ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.
Husband Killed Wife : પંચો સમક્ષ (સમાજ રાહે) છુટાછેડા બાદ પણ પુર્વ પતિએ પત્ની જ્યોતિને ઝઘડો કરી જણાવ્યું હતું કે ફરી બીજા લગ્ન કેમ કર્યા ? તુ આને છોડી દે અને મારી સાથે ફરી આવી જા નહીં તો તને મારી નાખીશ અંતે... વિજયે ધોળે દિવસે જ્યોતિની હત્યા કરી નાંખી... પત્નીએ પુર્વ પતિ પાસેથી છુટાછેડા લઈ બીજા પતિ સાથે લગ્ન કરતાં જેનો ગુસ્સો રાખી પુર્વ પતિએજ જાનથી મારી નાખવાના ઈરાદે ધારીયાથી હુમલો કરી હત્યા કરતાં આજુબાજુના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી હતી
Couple Honeymoon Place: માઉન્ટ આબુ પોતાના શાનદાર ઇતિહાસ, પ્રાચીન પુરાતાત્વિક સ્થળો અને અદભૂત મોસમના કારણે રાજસ્થાનના પર્યટનના આકર્ષણમાં સૌથી મોટું છે. છેલ્લા દશકાઓમાં આ હિલ સ્ટેશન ગરમીઓ અને હનીમૂન માટે એક લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે ઉભર્યું છે.
ડાંગ જિલ્લાના મોટામાળુંગા ગામથી રોજગારી માટે મહારાષ્ટ્ર ગયેલ 14 જેટલા મજૂરો બંધક બન્યા હતા જે સુરક્ષિત ઘરે પહોંચ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અમને ત્યાં સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા અને ખાવા-પીવાનું પણ આપવામાં આવતું નહોતું.
બોલિવુડમાં આવેલી માંઝી ફિલ્મમાં બિહારના એક શખ્સની સ્ટોરી હતી, જેમાં એ શખ્સ તંત્ર ધ્યાન ન લેતા જ જાતે જ પહાડ ખોદીને રસ્તો બનાવવાનું બીડુ ઉપાડે છે અને અંતે જાત મહેનતથી રસ્તો બનાવે છે. આવુ જ કંઈક ડાંગના એક ખેડૂત ગંગાભાઈએ કરી બતાવ્યું. 20 વર્ષથી સરકારમાં ફરિયાદ કરવા છતાં પોતાના વિસ્તારમાં સરકાર ન પહોંચી તો તેણે પાણીની સમસ્યા હલ કરવા માટે જાતે જ 32 ફૂટનો કૂવો ખોદી નાંખ્યો. 60 વર્ષે કોઈ ખેડૂત આવુ કામ કરે તો તેમને બહાદુરીનો એવોર્ડ આપવો પડે.
Water Crises In Summer : ડાંગના વધઇ તાલુકાના દુર્ગમ અને પહાડી વિસ્તારના વાધમાળ, લવારીયા, ભેંન્ડમાળ આમસરણવળન, બરડા જેવા ગામોમાં ભર ઉનાળે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યાં છે. સરકારની નલ સે જલ યોજનાની મોટી મોટી વાતો વચ્ચે અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સપ્તાહમાં એક જ વાર પાણી મળતું હોવાથી મહિલાઓને પીવાના પાણી માટે ભર તડકામાં જંગલોમાં ભટકવાની નોબત આવી છે
ડાંગમાં ધોધમાર વરસાદથી જીવંત થયો ગીરા ધોધ... ધોધમાંથી પડતા પાણીથી સર્જાયો અદભૂત નજારો... સોળે કળાએ ખીલી કુદરત
રાજ્યનાં તાપમાનમાં હાલ સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. મે મહિનાની કાળઝાળ ગરમી અને ઉપરથી કોરોના લોકો શેકાઇ રહ્યા છે. જો કે ચાલુ વર્ષે ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ મોનસુન એક્ટિવીટી શરૂ થઇ જતી હોય છે. વારંવાર થન્ડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. હજી પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક ફેરફાર આવશે. જેના કારણે ઉનાળામાં બેવડી ઋતુ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે છે. તેવામાં કોરોના કાળમાં આ બેવડી ઋતુ નાગરિકોની તકલીફમાં વધારો કરી શકે છે.
કપરાડા-ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. જેમાં પહેલા રાઉન્ડથી ડાંગ અને કપરાડાબંન્ને બેઠકો પર ભાજપ આગળ હતું. કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીની 47066 અને ડાંગમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલની 60095 મતે જીત થઇ છે. જ્યારે ડાંગના કોંગ્રેસના ઉમેદવારે મતગણતરી કેન્દ્ર છોડ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી હતી. જેથી કપરાડામાં ભાજપને 112941અને કોંગ્રેસને 65875 મત મળ્યા હતા. જ્યારે ડાંગમાં ભાજપને 94006 અને કોંગ્રેસને 33911 મત મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કપરાડામાં 4 ઉમેદવાર છે અને ડાંગમાં 9 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.