રાજકોટ: કથિત રીતે સેક્સની માંગ કરનાર હરીશ ઝાલાને વુમન હેરેસમેન્ટ સેલ દ્વારા ક્લિનચીટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર હરીશ ઝાલા નામનાં વ્યક્તિની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં તે વિદ્યાર્થીની પાસે અયોગ્ય માંગણી કરી રહ્યા હતા. જો કે આ મામલે પ્રોફેસરને વુમન હેરેસમેન્ટ સેલ દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે. યુનિવર્સિટીનાં કુલપતિને વિદ્યાર્થીની અને પ્રોફેસરની ઓડિયો ક્લિપ બોગસ હોવાની અરજી આપવામાં આવી હતી. જો કે વિદ્યાર્થીની દ્વારા કોઇ લેખિત કે મૌખીક ફરિયાદ ન મળી હોવાનાં કારણે આ સમિતી દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મામલાને ભીનુ સંકેલવાના પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. 
રાજકોટ: કથિત રીતે સેક્સની માંગ કરનાર હરીશ ઝાલાને વુમન હેરેસમેન્ટ સેલ દ્વારા ક્લિનચીટ

સત્યમ હંસારો/રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર હરીશ ઝાલા નામનાં વ્યક્તિની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં તે વિદ્યાર્થીની પાસે અયોગ્ય માંગણી કરી રહ્યા હતા. જો કે આ મામલે પ્રોફેસરને વુમન હેરેસમેન્ટ સેલ દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે. યુનિવર્સિટીનાં કુલપતિને વિદ્યાર્થીની અને પ્રોફેસરની ઓડિયો ક્લિપ બોગસ હોવાની અરજી આપવામાં આવી હતી. જો કે વિદ્યાર્થીની દ્વારા કોઇ લેખિત કે મૌખીક ફરિયાદ ન મળી હોવાનાં કારણે આ સમિતી દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મામલાને ભીનુ સંકેલવાના પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. 

જો કે મીડિયામાં હોબાળો થયા બાદ ઉપકુલપતિ વિજય દેશાણી બચાવની મુદ્રામાં જોવા મળ્યા હતા. ઉપકુલપતિએ જણાવ્યું કે, હરેશ ઝાલાની એક સમિતી દ્વારા ક્લિનચીટ મળી છે પરંતુ તેઓ નિર્દોષ સાબિત થયા નથી. આ અંગે સિન્ડિકેટ બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે. પ્રોફેસર હરેશ ઝાલાની ઓડિયો ક્લિપ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી (FSL) ને મોકલવામાં આવશે. આ ઓડિયોની યોગ્ય તપાસ થશે. જો તેઓ દોષીત સાબિત થશે તે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news