ગરબાની મજા બગાડશે મેઘરાજા, આજથી બે દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Weather Update: નવરાત્રિ શરૂ થઈ ચુકી છે. ગરબા રસિકો ગરબાના તાલે જુમવા તૈયાર છે. પણ આકાશથી મેઘરાજા વરસાદ વરસાવશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ આગાહીને કારણે ગરબા રસિકો નિરાશ થયા છે.

ગરબાની મજા બગાડશે મેઘરાજા, આજથી બે દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Weather Update: આજે નવલી નવરાત્રિનું બીજું નોરતું છે. ખેલૈયાઓ ગરબા રમવા માટે થનગની રહ્યાં છે. ત્યાં હવામાન વિભાગની એક આગાહીએ ગરબા રસિકોના રંગમાં ભંગ પાડવા જેવું કામ કર્યું છે. હવામાન વિભાગે આજથી બે દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજથી બે દિવસ વરસાદની વકી ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે. ખાસ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાંજ બાદ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે.

મેઘરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી સંભાવના સર્જાઇ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે. સોમવારે અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં હળવા વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટેબર્ન્સને પગલે આજે અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં જ્યારે મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, રાજ્યમાં આ પછીના ચાર દિવસ વરસાદની સંભાવના નહીંવત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news