વડોદરા: ધ્વજવંદન દરમિયાન સિક્યુરિટીગાર્ડને કરંટ લાગતા મોત, પરિવારનો મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર

વાઘોડિયા તાલુકાનાં જરોદ ગામ નજીક આવેલી એલેમ્બીક કંપનીમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે તેમાં ધ્વજ લગાવવા જેવી વિવિધ કામગીરી માટે સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન સીડી ખસેડવા જતા ત્રણ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મહેશ રમણભાઇ ઠાકોરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતી હાલ સામાન્ય હોવાનું જણાવાઇ રહ્યું છે.
વડોદરા: ધ્વજવંદન દરમિયાન સિક્યુરિટીગાર્ડને કરંટ લાગતા મોત, પરિવારનો મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર

રવિ અગ્રવાલ/વડોદરા: વાઘોડિયા તાલુકાનાં જરોદ ગામ નજીક આવેલી એલેમ્બીક કંપનીમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે તેમાં ધ્વજ લગાવવા જેવી વિવિધ કામગીરી માટે સ્ટાફ કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન સીડી ખસેડવા જતા ત્રણ લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મહેશ રમણભાઇ ઠાકોરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બંન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતી હાલ સામાન્ય હોવાનું જણાવાઇ રહ્યું છે.

જો કે મૃતકનાં પરિવાર દ્વારા કંપની સામે 50 લાખનાં વળતરની માંગ કરવામાં આવી છે. આ માંગ જ્યાં સુધી નહી સ્વિકારવામાં આવે ત્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહી આવે. ધ્વજ વંદન માટે લઇ જવાતી રોલિંગ સિડી વિજ વાયરને અડી ગઇ હતી. જેના કારણે ત્રણ કામદારોને કરંટ લાગ્યો હતો. ઘટના અંગે જાણ થતા ત્રણેય કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં કામરોલ ગામમાં રહેતા મુકેશભાઇનું મોત નિપજ્યું હતું. જેમનાં મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલ માટે ખસેડ્યા હતા. 

એલેમ્બિક કંપનીમાં સિક્યુરિટીની નોકરી કરતા હતા. કંપનીનાં મેનેજમેન્ટે વળતરની ચુકવણી કરવા મુદ્દે સમય માંગ્યો છે. જો કે પરિવારે માંગણી ન સંતોષાય તો મૃતદેહને કંપનીનાં ગેટ પર મુકી દેવાની જિદ કરતા સમગ્ર મુદ્દો ગુંચવાયો હતો. જેના કારણે હાલ કંપની અને પરિવાર વચ્ચે ગુંચવાયો છે. હાલ તો તંત્ર દ્વારા સમગ્ર મુદ્દે અધિકારીઓને માત્ર નજર રાખવાની જ સુચના આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news