Current News

CM રૂપાણીએ કહ્યું માસ્ક જ હાલ કોરોનાની દવા, કૃપા કરી નાગરિકો જવાબદાર રહે
રાજ્યમાં કોરોનાની સ્થિતી યથાવત્ત છે. ગઇકાલે 1515 અને આજે 1495 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 48 દિવસ બાદ રાજ્યમાં 13 જેટલા લોકોનાં મોત નિપજ્યા છે. આ અગાઉ ઓક્ટોબર રોજ 13 દર્દીનાં મોત નિપજ્યા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ચુકી છે. રાજ્યમાં 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચલાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની જનતા જોગ સંબોધન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ગામમાં સંક્રમણ વધે નહી તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર ન નિકળે તે માટે અપીલ કરી હતી. રાજ્યની તમામ જનતા માસ્ક ફરજીયાત પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે જરૂરી છે. હાલ કોરોનાની કોઇ રસી નથી તેવામાં માસ્ક જ બચાવ છે તેમ સમજીને લોકો તકેદારી રાખે તે જરૂરી છે. 
Nov 22,2020, 19:25 PM IST

Trending news