મન કી બાત: હિંસા કોઈ સમસ્યાનું સમાધાન ન હોઈ શકે- પીએમ મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરી રહ્યાં છે. ગણતંત્ર દિવસના સમારોહને કારણે સવારે 11 કલાકે આવતા કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

મન કી બાત: હિંસા કોઈ સમસ્યાનું સમાધાન ન હોઈ શકે- પીએમ મોદી

નવી દિલ્હીઃ પીએમ મોદી 'મન કી બાત' કરી રહ્યાં છે. ગણતંત્ર દિવસના સમારોહને કારણે આ રવિવારે વડાપ્રધાન મોદીએ રેડિયો કાર્યક્રમના સમયમાં ફેરફાર કર્યો છે. સવારે 11 કલાકની જગ્યાએ આજે સાંજે 6  કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ વડાપ્રધાન મોદીનો 61મો 'મન કી બાત'નો કાર્યક્રમ છે. 

પીએમ મોદીએ કહ્યું, મેરે પ્યારે દેશ વાસિઓ આજે 26 જાન્યુઆરી છે. ગણતંત્ર દિવસની શુભકામનાઓ. આ વર્ષ અને કાયદાનો પ્રથમ કાર્યક્રમ છે. આજે ગણતંત્ર દિવસને કારણે સમયમાં ફેરફાર કરવો પડ્યો. દિવસ બદલે છે સમય બદલે છે, વર્ષ બદલે છે, પરંતુ ભારતના લોકોનો ઉત્સાહ, અમે પણ ઓછા નથી, અમે પણ કરી શકીએ છીએ, દેશ માટે કંઇક કરવાની ભાવના મજબૂત થતી જાય છે. મન કી બાત કાર્યક્રમમાં આપણે ફરી એકવાર ભેગા થયા છીએ. મન કી બાત લર્નિંગ, શેયરિંગનું સારૂ પ્લેટફોર્મ બની ગયું છે. 

છેલ્લા ઘણા વર્ષોમાં આપણે ઘણા સંકલ્પ લીધા, જેમ સિંગલ યૂઝ પ્લાસ્ટિક, બેટી બચાવો-બેટી પઢાવો જેવા ઘણા સંકલ્પ આપણે લીધા છે. મને બિહારથી શૈલેષ જીનો પત્ર મળ્યો છે. તેમણે કહ્યું કે, તમે મન કી બાતમાં ઘણી અપીલ કરો છો. મેં લોકોના ઘરેથી કપડા ભેગા કરીને ઠંડીમાં વેંચવાનો સંકલ્પ લીધો. મેં એક મન કી બાત ચાર્ટર બનાવવાનો સંકલ્પ લીધો છે. શું તમે તેના પર સહી કરશો. હું જ્યારે તેને વાંચી રહ્યો હતો તો મને આશ્ચર્ય થયું. 

જળ સંરક્ષણ માટે ઘણા વ્યાપક પ્રયાસ દેશના ઘણા ખુણામાં ચાલી રહ્યાં છે. પાછલા ચોમાસામાં શરૂ કરવામાં આવેલું જળ સંરક્ષણ અભિયાન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. તેમાં સમાજના દરેક વર્ગે પોતાનું યોગદાન આપ્યું છે. રાજસ્થાનમાં લોકોએ બાવાલીઆસને સાફ કર્યાં, કોઈએ શ્રમદાન આપ્યું તો કોઈએ ધનનું દાન. કંઇક આવી કહાની યૂપીના બારાબંકીની છે. અહીં લોકોએ તળાવને નવુ જીવન આપ્યું. એક બાદ એક ઘણા ગામ જોડાતા ગયા. આ તળાવ પાણીથી છલોછલ છે. ઉત્તરાખંડના અલ્મોડાથી પણ આવી એક કહાની છે. એક કિલોમીટર દૂર સુધી પાઇપ પાથરીને બે દાયકા જૂની સમસ્યાને દૂર કરવામાં આવી. દેશભરમાં જળ સંરક્ષણ સાથે જોડાયેલી આવી ઘણી કહાની છે. જળ સંરક્ષણ પર કરવામાં આવતા કાર્યોને જરૂર શેર કરો. 

આજ મન કી બાતના માધ્યમથી આસામની સરકાર અને લોકોને ખેલો ઈન્ડિયાના સફળ આયોજન માટે શુભેચ્છા આપુ છું. તેમાં 6 હજાર ખેલાડીઓએ ભાગ લીધો. જેમાં 80 રેકોર્ડ તૂટ્યા. મોટા ભાગના યુવતીઓના નામે રહ્યાં. ખેલ ઈન્ડિયા સાથે જોડાયેલા તમામ લોકોનું અભિવાદન કરુ છું. આ રમત દર વર્ષે વિકસિત થઈ રહી છે. ત્રણ વર્ષમાં ખેલાડીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેના માધ્યમથી 3200 બાળકો આગળ વધ્યા છે. આ ખેલાડીઓની કહાની દેશને પ્રેરિત કરે છે. 

તમિલનાડુના યોગાનાથન બીડી બનાવવાનું કામ કરે છે પરંતુ તેમની પુત્રીએ ગોલ્ડ જીત્યો. ડેવિડ બેકહમ છે, તેમણે ગુવાહાટીમાં સાઇકલિંગમાં ગોલ્ડ જીત્યો છે. કેટલાક સમય પહેલા હું જ્યારે અંડમાન ગયો હતો, ડેવિડના માતા-પિતા બાળપણમાં અવસાન પામ્યા હતા. કાકાએ તેનું નામ ફુટબોલરના નામ પર રાખ્યું, પરંતુ તેણે સાઇકલિંગને પસંદ કરી. મુંબઈની કરીની સાંગતાનો કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનવાનો જુસ્સો બધાને પ્રેરણા આપે છે. અમે ખેલો ઈન્ડિયાની જેમ ઈન્ડિયા યુનિવર્સિટીનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. 

દોસ્તો પરીક્ષાઓ શરૂ થવાની છે. દેશના યુવાનોનો આત્મ વિશ્વાસ વધ્યો છે. એક તરફ પરીક્ષાઓ અને બીજી તરફ ઠંડી. થોડી કસરત જરૂર કરો. આજકાલ ફિટ ઈન્ડિયાને લઈને ઘણા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ફિટ ઈન્ડિયા સ્કૂલની મુહિમ રંગ લાવી રહી છે. 65 હજાર સ્કૂલ અરજી કરીને સર્ટિફિકેટ મેળવી ચુક્યા છે. હું તમામ દેશવાસીઓને અપીલ કરુ છું કે તે દૈનિક જીવનમાં વ્યાયામને જરૂર સામેલ કરો.  

હાલમાં દેશમાં અલગ-અલગ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ સમયે દિલ્હી એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બની રહ્યું હતું. 1997માં જાતીય સંઘર્ષને કારણે બ્રૂ જનજાતિયને મિઝોરમમાંથી કાઢવા પડ્યા હતા. તેમને ત્રિપુરાના કેમ્પોમાં રાખવામાં આવ્યા. તેમણે પાયાની સુવિધા પણ ગુમાવવી પડી હતી. 23 વર્ષ સુધી કેમ્પોમાં મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ તેમના આટલા કષ્ટ છતાં તેમનો વિશ્વાસ ભારતીય બંધારણમાં હતો. હવે સમજુતીથી તેમની મુશ્કેલી દૂર થઈ જશે. હવે તેમને ત્રિપુરામાં વસાવવામાં આવશે. તેના માટે 600 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. જમીન અને ઘર આપવામાં આવશે. સરકારી યોજનાનો લાભ મળશે. 

હિંસા કોઈપણ સમસ્યાનું સમાધાન ન હોઈ શકે, આજે ગણતંત્ર દિવસના અવસર પર રસ્તો ભટકેલા તમામ લોકોને અપીલ કરુ છું કે તે શાંતિના માર્ગ પર પરત ફરીને વિકાસની મુખ્ય ધારા સાથે જોડાઈ. આસામમાં એક મોટું કામ થયું છે. રાજ્યના આઠ અલગ અલગ સમૂહોના લોકોએ હિંસાનો માર્ગ છોડી દીધો છે. પૂર્વોત્તરમાં હિંસામાં ઘટાડો થયો છે. તેનું કારણ પ્રાદેશિક સમસ્યાનો ઉકેલ આવવો છે. 

આજે ગણતંત્ર દિવસના અવસર પર મને ગગનયાન વિશે જણાવતા આનંદ થઈ રહ્યો છે. 2022માં આપણી આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે. આ તક પર આપણે ભારસવાસીને અંતરિક્ષમાં લઈ જવાનો સંકલ્પ પૂરો થશે. આ મિશનમાં અવકાશયાત્રી માટે 4 યુવાનોની પસંદગી કરવામાં આવી છે, આ ચારેય વાયુસેનાના પાયલોટ છે. આપણા ચારેય મિત્ર ટ્રેનિંગ માટે રૂસ જવાના છે. તેમને એક વર્ષ કરતા વધુ સમય તાલિમ આપવામાં આવશે. 

કાલે સાંજે પદ્મ સન્માનોની જાહેરાત કરવામાં આવી હતી. મારો આગ્રહ છે કે તમે તેના વિશે જરૂર વાંચો. આ વખતે 46 હજાર ઉમેદવારી થઈ. આ લોકોનો વિશ્વાસ દર્શાવે છે. આજે પદ્મ સન્માન પીપલ્સ એવોર્ડ બની ચુક્યા છે. પદ્મ પુરસ્કારને લઈને નવો વિશ્વાસ બન્યો છે. તેમાં ઘણા એવા લોકો હોય છે જે જમીનથી ઉઠ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news