અમદાવાદમાં ચોંકાવનારી છેતરપિંડી! વધુ એક મહાઠગે દંપતિનો મોબાઈલ મેળવી પડાવ્યા લાખો રૂપિયા

ટેકનોલોજી અને મોબાઈલના સમયમાં અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ રાખવો ભારે પડી શકે છે શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા દંપતી સાથે આવી જ ઘટના બની. નીલ પટેલ નામના ઠગબાજે દંપતીને વિશ્વાસમાં લઈને મિત્રતા કેળવી લીધી હતી.

અમદાવાદમાં ચોંકાવનારી છેતરપિંડી! વધુ એક મહાઠગે દંપતિનો મોબાઈલ મેળવી પડાવ્યા લાખો રૂપિયા

ઉદય રંજન/અમદાવાદ: દિવસેને દિવસે અમદાવાદ શહેરમાં લોકોને વાતોમાં ભેળવી દઈને છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે શહેરના પોશ ગણાતા એવા સેટેલાઈટ વિસ્તારમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. નીલ પટેલ નામના ઠગબાજે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક દંપતીને વિશ્વાસમાં લઈ તેમનો મોબાઇલ પણ મેળવી લીધો, જેના આધારે રૂપિયા 19 લાખ ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ટેકનોલોજી અને મોબાઈલના સમયમાં અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ રાખવો ભારે પડી શકે છે શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા દંપતી સાથે આવી જ ઘટના બની. નીલ પટેલ નામના ઠગબાજે દંપતીને વિશ્વાસમાં લઈને મિત્રતા કેળવી લીધી હતી. જે બાદ ધીરે ધીરે દંપતિની નજીક આવવા લાગ્યો અને મજબૂત ઘરોબો જમાવી લીધો. જેનો લાભ લઈને આરોપીએ ફરિયાદીની પત્નીનો મોબાઇલ પણ લઈ લીધો અને તેમાં રિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તબક્કા વાર એક બાદ એક પૈસા ટ્રાન્સફર કરી કુલ 19 લાખ 49 હજાર રૂપિયા પડાવી લીધા. એક ક્લબમાં આરોપી અને ફરિયાદી સાથે પરિચય થયો હતો જે બાદ હોટલ અને ટિકિટ બુકિંગ ઉપરાંત ઇલેકટ્રીક ઉપકરણો સસ્તા ભાવે અપાવ્યા હતા જેથી ફરીયાદીને આરોપી સાથે સારી મિત્રતા કેળવાઇ હતી. 

આરોપી પોતે મિકેનિકલ એન્જિનિયર છે. ભૂતકાળમાં પણ તેને આ જ પ્રમાણે અન્ય કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી હતી તેની છેતરપિંડી કરવાની વિશેષતા એ છે કે સામેવાળી વ્યક્તિને જેની જરૂરિયાત હોય અથવા અથવા તો તેની પરિસ્થિતિનો તાગ મેળવીને છેતરપિંડી કરવાનું આયોજન કરતો. પોલીસે તેના રિમાન્ડ મેળવી ને ભૂતકાળમાં અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી છે. 

એની પણ તપાસ શરૂ કરી છે. મોટી વાત એ છે કે તે મૂળ મણિનગર વિસ્તારમાં રહે છે. પરંતુ તેનું ઘર અન્ય લેણદાર ને આપી દીધું હોવાથી તે શહેરની અલગ અલગ વિસ્તારમાં હોટલમાં છેલ્લા ત્રણ મહિનાથી રહે છે. ત્યારે સેટેલાઇટ પોલીસે આ સિવાય અન્ય કોઈ લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ તેને લઇને તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news