અમરાઇવાડી: માતાની પૂછપરછમાં ચોંકાવનારો મોટો ખુલાસો, યુવકે શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભવતી થતાં તરછોડી

અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાંથી મહાલક્ષ્મીનગરની પહેલા માળની સીડી પરથી કપડાની થેલીના વિટેલી નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિકોએ પોલીસની ધ્યાન દોરતાં પોલીસે બાળકીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી.

અમરાઇવાડી: માતાની પૂછપરછમાં ચોંકાવનારો મોટો ખુલાસો, યુવકે શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભવતી થતાં તરછોડી

ઉદય રંજન/અમદાવાદ: અમરાઇવાડી વિસ્તારમાં બે દિવસ પહેલા એક નવજાત બાળકી મળી આવી હતી. કપડાની થેલીમાં મૂકી ત્યજી દીધેલી હાલતમાં બાળકી મળી આવી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા 108 મારફતે બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી. પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી હતી. અમરાઈવાડી પોલીસે બાળકીની માતાને શોધી પૂછપરછ કરતાં સમગ્ર હકીકત સામે આવી હતી.

અમદાવાદનાં અમરાઈવાડી વિસ્તારમાંથી મહાલક્ષ્મીનગરની પહેલા માળની સીડી પરથી કપડાની થેલીના વિટેલી નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિકોએ પોલીસની ધ્યાન દોરતાં પોલીસે બાળકીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપી હતી. અમરાઈવાડી પોલીસે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં જન્મેલા બાળકોની વિગતોને આધારે બાળકીની માટેની પૂછપરછ કરી હતી. 

No description available.

માતાની પૂછપરછમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે, જેમાં બાળકીની માતા પહેલા પતિ સાથે રહેતી હતી અને તે બાદ પતિએ તેને તરછોડી દીધી હતી. પતિથી અલગ થયા બાદ માતા રખિયાલમાં આવેલા હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી હતી. જ્યાં તેની સાથે જ કામ કરતા એક યુવક સાથે પ્રેમમાં પડતા તેણે યુવક સાથે રહેવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન યુવકે તેની સાથે શારીરિક સંબંધો બાંધતા તે ગર્ભવતી થઈ હતી. 

જોકે યુવતી ગર્ભવતી થતા તેનો પ્રેમી પણ તેને મૂકીને ફરાર થઈ ગયો હતો. જે બાદ યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. જોકે એ બાળકીનો પિતા ન હોય તેને કપડાની થેલીમાં મૂકીને યુવતી ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે અમરાઈવાડી પોલીસને જાણ થતા પોલીસે બાળકીને સારવાર માટે ખસેડી હતી અને તેની માતાને શોધખોળ શરૂ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પતિ સાથે છૂટાછેડા થયા બાદ તે એકલી રહેતી હતી અને તે સમયે એક યુવક તેની સાથે કામ કરતો હોય તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની સાથે અનૈતિક સંબંધો શરૂ કર્યા હતા. જે બાદ યુવતીના પ્રેમીએ તેને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું અને તેણે ગર્ભપાત ન કરાવતા પ્રેમીએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. પોતે પતિ વગરની માતા બની એટલે તેણે હવે કોઈ સ્વીકાર નહીં કરે તેવું વિચારીને માસુમ બાળકીને ત્યજી દીધી હતી. 

જોકે સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક એક્શન લઈ માટેની પૂછપરછ કરી પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news