સોલા પોલીસની માનવતા મહેંકી! આ રીતે પરિવારને મદદ કરી પંજાબની સગીરાના મોતનું રહસ્ય ઉકેલ્યું

શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં ગુડ્ડુ યાદવ નામના આરોપી સામે અપહરણ અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપીએ સગીરાને પંજાબથી લાવીને અમદાવાદમાં રાખી હતી. જે બાદ તે પણ ત્યાંથી જતો રહ્યો હતો. થોડા દિવસો પછી સગીરાએ વીડિયો કોલ કરીને આપધાત કરી લીધો હતો. 

સોલા પોલીસની માનવતા મહેંકી! આ રીતે પરિવારને મદદ કરી પંજાબની સગીરાના મોતનું રહસ્ય ઉકેલ્યું

ઉદય રંજન/અમદાવાદ: મૂળ બિહારના અને પંજાબમાં પ્રેમ થઇ જતા સગીરાને લઈને પ્રેમી અમદાવાદમાં વસવાટ કરવા આવેલ સગીરાએ આત્મહત્યા કરી લેતા સોલા પોલીસે પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

વીડિયો કોલ પર વાત કરતાં કરતાં જ સગીરા પ્રેમિકાએ પંખા સાથે લટકી
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ગત તારીખ 28/02/224 ના રોજ પંજાબના લુધિયાણા ખાતેથી સગીરા પ્રેમિકા સાથે લગ્ન કરવાનું કહી ભાગીને અમદાવાદના સોલા ખાતે આવેલ ગાયત્રી નગરમાં એક રૂમમાં ભાડે રહેવા આવ્યો હતો, ત્યારે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગઈ તારીખ 04/04/2024ના રોજ સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુ રાજસ્થાનના જેસલમેર ખાતે પોતાના મજૂરીના કામ માટે ગયો હતો, ત્યારે સગીરા પ્રેમીએ સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુને વિડીયો કોલ કરીને આત્મહત્યા કરી રહી છે એવું જણાવ્યું હતું. વીડિયો કોલ પર વાત કરતાં કરતાં જ સગીરા પ્રેમિકાએ પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.  

સગીરાનો મૃતદેહ પાલનપુર નજીક અવાવરું જગ્યાએ મૂકી દઈને ફરાર
પ્રેમી સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુએ મિત્ર અમદાવાદ ખાતેના રાજકિશોરને પોતાના ઘરે તપાસવા માટે મોકલ્યો હતો કે તેની સગીર પ્રેમિકાએ આત્મહત્યા સાચે કરી છે કે નહિ તે ખરાઈ કરવા માટે ત્યારે આરોપીનો મિત્ર રાજકિશોર તેના ઘરે પહોંચ્યો ત્યારે સગીર પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હતી, તેની માહિતી મિત્ર રાજકિશોરે આરોપી સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુનેઆપી કે સગીર પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી છે. આરોપી સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુએ ફોનમાં મિત્રને જણાવ્યું હતું કે મૃતદેહ લઈ પાલનપુર લાવવા માટે કહ્યુ અને તે પોતે રાજસ્થાનથી ત્યાં આવી મૃતદેહ લઇને બિહાર ખાતે અંતિમ વિધિ કરી દેશે તેમ જણાવ્યુ હતુ. પરંતુ આરોપી સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુ ત્યાં આવ્યો ન હતો અને રાજકિશોરએ સગીરાનો મૃતદેહ પાલનપુર નજીક અવાવરું જગ્યાએ મૂકી દઈને ફરાર થઇ ગયો હતો.  

એમ્બ્યુલન્સ ચાલકે પાલનપુર પોલીસને જાણ કરી
આ દરમિયાન રાજ કિશોરે એક ખાનગી એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો અને સગીરાના મૃતદેહને બિહાર ખાતે મોકલવા કહ્યું હતું, પણ કોઈ પીએમ નોટ કે પોલીસ કાર્યવાહીનું કાગળ ના હોવાથી ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે ના કહ્યું હતું. એમ્બ્યુલન્સ ચાલકે પાલનપુર પોલીસને જાણ કરતા પાલનપુર પોલીસે તપાસ કરતા અમદાવાદના સોલા ખાતેનો બનાવ હોવાથી સોલા પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસે તપાસ કરીને મૃતક સગીરાનો સંપર્ક કરીને પરિવારને અમદાવાદ બોલાવીને ફરિયાદ નોંધાવી હતી.

સોલા પોલીસની માનવતા મહેંકી
ઉલ્લેખનીય છે કે, જ્યારે સગીરાનું પંજાબ ખાતેથી આરોપીએ અપહરણ કર્યું હતું ત્યારે પંજાબ પોલીસમાં પરિવારે પોલીસ ફરિયાદ કરવા સંપર્ક કર્યો હતો, પણ પંજાબ પોલીસે ફરિયાદ નોંધવાની તસ્દી લીધી ના હતી અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ એનબી બારોટના ધ્યાને જ્યારે આ આખો કેસ ધ્યાનમાં આવ્યો ત્યારે ફરિયાદ નોંધવાની પ્રાથમિકતા આપી હતી. જેમાં ફરિયાદ નોંધવા માટે પરિવારની જરૂર રહેતી હોય છે, ત્યારે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈને ખબર પડી કે સગીરાનો પરિવાર ખૂબ જ ગરીબ છે. જેની પાસે અમદાવાદ આવવા માટેના પણ પૈસા ન હતા ત્યારે પીઆઈ એનબી બારોટે પરિવારને પૈસા મોકલી અમદાવાદ ફરિયાદ માટે બોલાવ્યા હતા. આ ઘટના બાદ સોલા પોલીસની માનવતા મહેંકી હતી.

સગીરાએ આપઘાતની વાત કરી તો પ્રેમી સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુને મજાક લાગી
આરોપી અને સગીરા બન્ને બિહારના શિવાનના રહેવાસી છે. આરોપીએ ગત ફેબ્રુઆરી 2024માં સગીરા જે માતા - પિતા સાથે પંજાબમાં રહેતા હતા તેમાંથી અપહરણ કરીને સોલા માં લઇ આવ્યો હતો. તેણે સગીરાને લગ્નની લાલચ આપીને લઈ આવ્યો હતો. સગીરાના માતા પિતા પંજાબમાં મજૂરી કરે છે. એપ્રિલમાં આરોપી સગીરાને એકલી મૂકીને રાજસ્થાનના જેસલમેર જતો રહ્યો હતો. ત્યારે સગીરાને એકલતા લાગી રહ્યું હતું અને તેને શંકા હતી કે, આરોપી તેને મૂકીને જતો રહ્યો છે. સગીરાએ ગત 4 એપ્રિલના રોજ ગુડ્ડુને વીડિયો કોલ કર્યો હતો. ત્યારે સગીરાએ આપઘાતની વાત કરી હતી. પરંતુ સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુને મજાક લાગી રહ્યો હતો.
  
એક ટીમ રાજસ્થાન અને એક ટીમ બિહાર રવાના
અમદાવાદ શહેરની સોલા પોલીસે સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુ નામના આરોપી સામે અપહરણ અને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપીએ સગીરાને પંજાબથી લાવીને અમદાવાદમાં રાખી હતી. જે બાદ તે પણ ત્યાંથી જતો રહ્યો હતો. થોડા દિવસો પછી સગીરાએ વીડિયો કોલ કરીને આપધાત કરી લીધો હતો. જે વાતની જાણ થતા ફરાર આરોપીને પકડવા માટે એક ટીમ રાજસ્થાન અને એક ટીમ બિહાર મોકલવામાં આવી છે. આરોપી સુદુલ યાદવ ઉર્ફે ગુડ્ડુને ધરપકડ બાદ અન્ય ખુલાસા સામે આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news