અમદાવાદ: જમીન કૌભાંડ મામલે સરખેજના પૂર્વ સરપંચના પૂત્રની ધરપકડ

અમદાવાદનાં સરખેજ વિસ્તારનાં પૂર્વ સરપંચ રામભાઇ ભરવાડના પુત્ર પર કરોડો રૂપિયાની જમીનના કૌભાંડનો આરોપ લાગ્યો છે અને આ જમીન કૌભાંડ કેસમાં સરખેજ પોલીસે આરોપી અનીલ ભરવાડની ધરપકડ કરી છે.

અમદાવાદ: જમીન કૌભાંડ મામલે સરખેજના પૂર્વ સરપંચના પૂત્રની ધરપકડ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદનાં સરખેજ વિસ્તારનાં પૂર્વ સરપંચ રામભાઇ ભરવાડના પુત્ર પર કરોડો રૂપિયાની જમીનના કૌભાંડનો આરોપ લાગ્યો છે અને આ જમીન કૌભાંડ કેસમાં સરખેજ પોલીસે આરોપી અનીલ ભરવાડની ધરપકડ કરી છે. ઉલ્લેકનીય છે કે, જમીન કૌભાંડ કેસમાં પોલીસે 10 લોકો વિરુધ ફરિયાદ નોંધી છે. જેમાં 2 સબ રજીસ્ટ્રાર અને એક તલાટીનો પણ આરોપી તરીકે સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ વિસ્તારનાં મકરબામાં આવેલી સરકારી જમીન અંદાજીત 23,371 ચોરસમીટર જમીનના બોગસ દસ્તાવેજોના આધારે અનીલ ભરવાડ અને તેની સાથેનાં મળતીયાઓએ આ જમીન હડપ કરવાના કૌભાંડનો પ્રયાસ કર્યો. જોકે પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સરકારી જમીનનાં સિટી મામલતદારે બોગસ ડોક્યુમેન્ટસથી દસ્તાવેજ બનાવવા બદલ 2 સબ રજીસ્ટ્રાર, એક તલાટી સહિત કુલ 10 લોકો સામે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે જમીનમાં છેલ્લા 30 વર્ષથી વગર રજાએ વાવેતર કરી કબજો કરી દબાણ કરેલું હોવા અંગે દિવસ 7માં દબાણ ખુલ્લું કરવા નોટિસ પણ અપાઈ હતી. આ કાર્યવાહી તાલુકા મામલતદારે કરવાની હોવા છતાં તલાટી-મંત્રી દ્વારા કરાઈ હતી. કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં મકરબા વાળા અનિલ રામભાઇ ભરવાડની  સરખેજ પોલીસે ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે આરોપી અનિલના પિતા પૂર્વ સરપંચ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આરોપી અનિલ રામભાઇ ભરવાડે આ જમીનનો બોગસ વેચાણ દસ્તાવેજ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ કેસના અન્ય અધિકારીઓ સહિતના આરોપીઓની પણ પોલીસ શોધખોળ હાથ ધરશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news