પાકિસ્તાનઃ કાશ્મીર મુદ્દે બોલાવાયેલી ઈમરજન્સી બેઠકમાં ઈમરાન જ ન પહોંચતા થયો હોબાળો

કાશ્મીરના મુદ્દે ભારત દ્વારા લેવાયેના નિર્ણયના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ તાબડતોબ સંસદનુ સંયુક્ત સત્ર બોલાવ્યું હતું, પરંતુ થયું એવું કે....
 

પાકિસ્તાનઃ કાશ્મીર મુદ્દે બોલાવાયેલી ઈમરજન્સી બેઠકમાં ઈમરાન જ ન પહોંચતા થયો હોબાળો

નવી દિલ્હી/ ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછી ખેંચી લેવા અને રાજ્યમાંથી કલમ-370 નાબૂદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે પાકિસ્તાને મંગળવારે ચર્ચા માટે સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું હતું, પરંતુ ખુદ વડાપ્રધાન જ ગેરહાજર રહેતાં અહીં મચી ગયો હોબાળો. 

પાકિસ્તાનમાં સંસદના સંયુક્ત સત્રની બેઠકમાં ખુદ વડાપ્રધાન જ ગેરહાજર રહ્યા હતા. આથી ગૃહમાં હાજર સંસદ સભ્યોએ જોરદાર હોબાળો મચાવી દીધો અને સ્પીકર દ્વારા વારંવાર કહેવા છતાં પણ તેઓ શાંત થયા નહીં. આથી સ્પીકર પણ કંટાળીને પોતાની સીટ પરથી ઊભા થઈને ગૃહમાંથી બહાર નિકળી ગયા હતા. 

આ બાજુ ભારતના આ પગલાથી પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ જાવેદ બાજવાને પીઓકેની ચિંતા થવા લાગી છે. સોમવારે કાશ્મીરમાંથી ધારા 370 દૂર કરવાની સાથે જ પાકિસ્તાનના સેના પ્રમુખે તાત્કાલિક કાશ્મીરની સ્થિતિની ચર્ચા માટે કમાન્ડરોની મિટિંગ બોલાવી હતી. તેમણે કોર્પ્સ કમાંડરો સાથે મંગળવારે લાંબી બેઠક કરી હતી. 

પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર, કોર્પ્સ કમાન્ડરોની બેઠકનો એજન્ડા જમ્મુ અને કાશ્મીરમાં કલમ-370 નાબૂદ કરવાના ભારતના નિર્ણય, નિયંત્રણ રેખા પરની વર્તમાન સ્થિતિ અને કાશ્મીરમાં તેની અસરનું વિશ્લેષણ હતો. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news