દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી, જાણો કોને કઇ બેઠક પરથી મળી શકે છે ટિકિટ

Gujarat Assembly Elections 2022: કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના સંભવિત ઉમેદવારની યાદી પર અંતિમ મહોર વાગી શકે છે. હાઇકમાન્ડે ઉમેદવારોને બીજી યાદી તૈયાર કરવાની સૂચના આપી દીધી છે. ઉમેદવારોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે.

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદી, જાણો કોને કઇ બેઠક પરથી મળી શકે છે ટિકિટ

Gujarat Assembly Elections 2022: ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની વધુ એક યાદી સામે આવી છે. કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના સંભવિત ઉમેદવારની યાદી પર અંતિમ મહોર વાગી શકે છે. હાઇકમાન્ડે ઉમેદવારોને બીજી યાદી તૈયાર કરવાની સૂચના આપી દીધી છે. ઉમેદવારોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે.

મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં 84 બેઠકના ઉમેદવારોના નામ અંગે CECની બેઠકમાં ચર્ચા થઈ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ કોંગ્રેસે ઉમેદવારોની 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી હતી. જેના બાદ શુક્રવારે મોડી રાત્રે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં કોંગ્રેસે ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ સામે અમીબહેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. તો કોંગ્રેસના અન્ય મોટાગજાના નેતા અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી ટિકિટ આપી છે.

કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના સંભવિત ઉમેદવાર

  • 148 નાંદોદ(ST) પીડી વસાવા, હરેશ વસાવા 
  • 149 ડેડીયાપાડા(ST) બિટીપી ગઠબંધન (ગઠબંધનના થાય તો રાજેશ વસાવા અથવા તો જેરમાબેન વસાવા)
  • 150 જંબુસર- સંજય સોલંકી(સીટીંગ), સંદીપ માંગરોળા
  • 151 વાગરા- સુલેમાન પટેલ, શકીલ અકુજી, રાજેન્દ્રસિંહ રાણા
  • 152 ઝઘડિયા(ST) બિટીપી ગઠબંધન
  • (ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા)
  • 153 ભરૂચ- જયકાન્ત પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, ડૉ વનરાજસિંહ માહિડા
  • 154 અંકલેશ્વર- મગનભાઈ પટેલ(માસ્ટર), વલ્લભભાઈ પટેલ, અનિલ ભગત
  • 156 માંગરોળ(સુરત)- હરીશ વસાવા, અનિલ ચૌધરી, જગતસિંહ વસાવા (નટવરસિંહ વસાવા)
  • 157 માંડવી(સુરત)- આનંદ ચૌધરી (સીટીંગ) 
  • 159 સુરત પૂર્વ- અસલમ સાયકલવાલા, ફિરોઝ મલેક, નશીમ કાદરી 
  • 160 સુરત ઉત્તર- હસમુખ દેસાઇ, નૈશધ દેસાઇ, અશોક અધેવાડા
  • 162 કરંજ- અશોક સાતપડા આહિર, ભારતીબેન પટેલ, (અશ્વિન જસાણી)
  • 163 લિંબાયત- ચંપાલાલ બોથરા, ગોપાલ પાટીલ
  • 164 ઉધના- ધનસુખ રાજપુત, સુરેશ સોનવણે, હરીશ સુર્યવંશી
  • 165 મજુરા- મયંક પટેલ, બળવંત જૈન, અનુપ રાજપૂત
  • 168 ચોર્યાસી- કાન્તીભાઇ પટેલ, જયેશ પટેલ,  પવન મિશ્રા
  • 171 વ્યારા(ST)- પુનાજી ગામીત (સીટીંગ)
  • 172 નિઝર (ST)- સુનિલ ગામીત (સીટીંગ)
  • 175 નવસારી- નિરવ નાયક, દિપક બારોટ, એડી પટેલ
  • 177 વાંસદા(ST)- અનંત પટેલ (સીટીંગ)
  • 178 ધરમપુર(ST)- કિશન પટેલ, કલ્પેશ પટેલ
  • 179 વલસાડ- ગિરીશ દેસાઈ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલ

દ. ગુજરાતમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમાં કોનું કોનું નામ છે ચર્ચામાં...

  • નાંદોદ બેઠક માટે પીડી વસાવા, હરેશ વસાવાનું નામ ચર્ચામાં
  • જંબુસર બેઠક માટે સંજય સોલંકી, સંદીપ માંગરોળાનું નામ ચર્ચામાં
  • વાગરા બેઠક માટે સુલેમાન પટેલ, શકીલ અકુજી, રાજેન્દ્રસિંહ રાણાનું નામ
  • ભરૂચ બેઠક માટે જયકાંત પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, ડૉ વનરાજસિંહ માહિડાનું નામ
  • અંકલેશ્વર બેઠક માટે મગનભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, અનિલ ભગતનું નામ
  • માંગરોળ બેઠક માટે હરીશ વસાવા, અનિલ ચૌધરી, જગતસિંહ વસાવાનું નામ
  • સુરત પૂર્વ બેઠક માટે અસલમ સાયકલવાલા, ફિરોઝ મલેક, નશીમ કાદરીનું નામ 
  • સુરત ઉત્તર બેઠક માટે હસમુખ દેસાઈ, નૈશધ દેસાઈ, અશોક અધેવાડાનું નામ
  • કરંજ માટે અશોક સાતપડા આહિર, ભારતીબેન પટેલને મળી શકે ટિકિટ
  • લિંબાયત બેઠક માટે ચંપાલાલ બોથરા, ગોપાલ પાટીલનું નામ આગળ 
  • ઉધના બેઠકથી ધનસુખ રાજપુત, સુરેશ સોનવણે, હરીશ સુર્યવંશીનું નામ ચર્ચામાં
  • મજુરા બેઠક માટે મયંક પટેલ, બળવંત જૈન, અનુપ રાજપૂતનું નામ
  • ચોર્યાસી બેઠક માટે કાન્તી પટેલ, જયેશ પટેલ,  પવન મિશ્રાનું નામ આગળ
  • નવસારી બેઠક માટે નિરવ નાયક, દિપક બારોટનું નામ ચર્ચામાં
  • ધરમપુર બેઠક માટે કિશન પટેલ, કલ્પેશ પટેલનું નામ ચર્ચામાં
  • વલસાડ બેઠક માટે ગિરીશ દેસાઈ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલનું નામ આગળ
  • ડેડીયાપાડા બેઠક અંગે કોકડું ગુંચવાયું
  • ડેડીયાપાડામાં BTP સાથે ગઠબંધન અંગે સવાલ
  • ગઠબંધન નહીં થાય તો રાજેશ વસાવા, જેરમાબેન વસાવાનું નામ ચર્ચામાં
  • ઝઘડિયા બેઠક અંગે પણ કોંગ્રેસમાં અસમંજસ
  • ગઠબંધન નહીં થાય તો ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવાનું નામ આગળ
  • માંડવી બેઠક પર આનંદ ચૌધરીની રિપીટ કરી શકે કોંગ્રેસ
  • વ્યારા બેઠક પર વર્તમાન ધારાસભ્ય પુનાજી ગામીત થઈ શકે રિપીટ
  • નિઝર બેઠક પર વર્તમાન ધારાસભ્ય સુનિલ ગામીત થઈ શકે રિપીટ
  • વાંસદા બેઠક પરથી અનંત પટેલ થઈ શકે રિપીટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news