Junagadh: સાર્વત્રિક વરસાદથી ખેડૂતોની ચિંતા ટળી, ચાલુ વર્ષે કપાસ કરતાં સોયાબિનનું વાવેતર વધ્યું

સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી મહેર થઈ છે. જૂનાગઢ (Junagadh) જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ (Rain) છે અને સારા વરસાદને કારણે ખેતી પાકો (Crop) ને જીવતદાન મળ્યું છે.

Junagadh: સાર્વત્રિક વરસાદથી ખેડૂતોની ચિંતા ટળી, ચાલુ વર્ષે કપાસ કરતાં સોયાબિનનું વાવેતર વધ્યું

સાગર ઠાકર, અમદાવાદ: સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી મહેર થઈ છે. જૂનાગઢ (Junagadh) જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ (Rain) છે અને સારા વરસાદને કારણે ખેતી પાકો (Crop) ને જીવતદાન મળ્યું છે. ખેતરમાં રહેલા મગફળી, (Soybean) અને કપાસ (Cotton) ના પાકોને વરસાદને લઈને ફાયદો થયો છે અને હજુ પણ મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. ચોમાસું પાકોમાં ખેડૂતો હવે સોયાબિન (Soybean) ની ખેતી તરફ વળ્યા છે અને કપાસ કરતાં પણ સોયાબિન (Soybean) નું વાવેતર વધારે થયું છે.

ગત અઠવાડીયા સુધી વરસાદ (Rain) ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ કુદરતે મહેર કરી હોય તેમ બે દિવસથી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રો આનંદીત થયા છે. કારણ કે ખેડૂતો (Farmer) ને પોતાના પાકની ચિંતા સતાવતી હતી, પાણીના વાંકે ખેતી પાકોને અસર પડે તેમ હતી. પરંતુ સમયસર વરસાદ થઈ જતાં હવે ખેડૂતોની ચિંતા ટળી છે અને ખેતી પાકો માટે જીવતદાન સમાન વરસાદ વરસી રહ્યો છે. 

હજુ આગામી અઠવાડીયામાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં 43 ટકા ઓછો વરસાદ (Rain) નોંધાયો છે પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદ (Rain) ની સંભાવના છે. તેને લઈને ખેડૂતોને હવે પિયત માટે કોઈ ચિંતાની આવશ્યકતા નથી.

જૂનાગઢ (Junagadh) જીલ્લામાં જ્યાં પાણીની વ્યવસ્થા હતી ત્યાં આગોતરૂ વાવેતર થયું હતું અને ત્યારબાદ વાવણી લાયક વરસાદ થયો હતો. ધરતીપુત્રોએ વાવણી કરી હતી. જૂનાગઢ (Junagadh) જીલ્લામાં અત્યાર સુધીમાં 95 ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે. જીલ્લાનો મુખ્ય પાક મગફળી છે અને ચાલુ વર્ષે 2.23 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જીલ્લામાં અત્યાર સુધી મગફળી બાદ બીજા નંબરે કપાસનું વાવેતર થતું હતું. પરંતુ ચાલુ વર્ષે ખેડૂતો સોયાબિનની ખેતી તરફ વળ્યા છે અને કપાસ કરતાં પણ સોયાબિનનું વાવેતર વધારે થયું છે.

જીલ્લામાં ચાલુ વર્ષે  થયેલા વાવેતર ( હેક્ટરમાં ) પર નજર કરીએ તો...

મગફળી - 2,23,900
સોયાબિન - 50,400
ઘાસચારો - 10,143
કપાસ - 32,545
શાકભાજી - 4,515
અડદ - 1,260
મગ - 1,030
તલ - 195
તુવેર - 60
દિવેલા - 188

આમ કુલ 3,24,236 હેક્ટરમાં અત્યાર સુધીમાં વાવેતર થયું છે, જીલ્લામાં સરેરાશ 3,33,369 હેક્ટરમાં વાવેતર થાય છે. આમ ચાલુ વર્ષે ચોમાસાનો શરૂઆતનો તબક્કો ચિંતાજનક રહ્યો પરંતુ હવે વરસાદી માહોલ છે અને હવામાન વિભાગની આગાહી મુજબ પણ જે વરસાદ થયો છે અને થવાનો છે તે ખેતીપાકો માટે ફાયદાકારક વરસાદ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news