લોકડાઉનમાં ગરીબો ન રહેવા જોઈએ ભુખ્યા! આ વિચાર સાથે અમદાવાદમાં ખાસ પ્રયાસ

દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે નોકરી અને ધંધા ઠપ્પ થઈ જતા ગરીબો માટે કપરો કાળ ચાલી રહ્યો છે. 

Updated By: Mar 30, 2020, 09:27 AM IST
લોકડાઉનમાં ગરીબો ન રહેવા જોઈએ ભુખ્યા! આ વિચાર સાથે અમદાવાદમાં ખાસ પ્રયાસ

અતુલ તિવારી, આશકા જાની / અમદાવાદ : દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે નોકરી અને ધંધા ઠપ્પ થઈ જતા ગરીબો માટે કપરો કાળ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં ગરીબોની મદદ કરવા માટે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ખાસ પહેલ કરાઈ છે. ફુડેરા અને તેની સાથે સંકાળાયેલા લોકો દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ફૂડ પેકેટ્સ તૈયાર કરીને  મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી ગરીબોને મદદ કરાઈ રહી છે. 

અહીં રોજ 1000 થી 1100 જેટલા ફૂડ પેકેટ સવારે અને સાંજે તૈયાર કરી ગરીબો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે અને આ પ્રવૃત્તિ લોકડાઉનના સમય દરમિયાન ચાલતી જ રહેશે. આ ફૂડ પેકેટમાં પુરી, શાક, દાળ, ભાત અને પુલાવનો સમાવેશ થાય છે. 

નોંધનીય છે કે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે છઠ્ઠા દિવસે અમદાવાદ ના વસ્ત્રાપુર વિસ્તારમાં સવારે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા નીકળ્યા છે જેના પગલે અમુલ પાર્લર આગળ ગોળ કુંડાળા પણ કરેલા છે. હાલની સ્થિતિમાં બજાર ખાલી જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube