Corona વડોદરાની જેલના કેદીઓ માટે લાવ્યો સારા સમાચાર

વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી 152 કેદીઓને સામૂહિક જામીન આપવાનો નિર્ણય કરાયો છે. આ કેદીઓ એવા છે જેમને સાત વર્ષથી ઓછી સજા મળી છે અને જેલમાં કેદ છે. 

Corona વડોદરાની જેલના કેદીઓ માટે લાવ્યો સારા સમાચાર

રવિ અગ્રવાલ, વડોદરા : વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી 152 કેદીઓને સામૂહિક જામીન આપવાનો નિર્ણય કરાયો છે. આ કેદીઓ એવા છે જેમને સાત વર્ષથી ઓછી સજા મળી છે અને જેલમાં કેદ છે. સુપ્રીમ કોર્ટના આદેશથી હાઇકોર્ટ ની હાઈ પાવર કમિટી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન પછી આ નિર્ણય લેવાયો છે. 

હાલમાં તો વડોદરાની સેન્ટ્રલ જેલમાં જામીનદારોની કતારો જામી છે અને કેદીઓનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેમને મુક્ત કરાશે. આ મુક્તિનો લાભ તપાસ પેન્ડિંગ હોય તેવા કેદીઓને નહીં પણ કાચા કામના કેદીઓને જામીનનો લાભ મળશે. 

રાજ્યની જેલમાં કોરોના ન ફેલાય તે માટે રાજ્ય સરકારે સાત વર્ષથી ઓછી સજા વાળાને કેદીને બે મહિનાની પેરોલ આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ ઘરે મોકલતાં પહેલા તેમની મેડિકલ બે મહિના માટે કેદીઓને પેરોલ અપાશે. કોને કોને પેરોલ આપવા તેની યાદી પણ બનાવવામાં આવી છે. અમદાવાદમાં 1500 જેટલા કેદીઓને જેલમાંથી કામચલાઉ મુક્તિ અને 1200 જેટલા કાચા કામના કેદીઓને કામચલાઉ જામીન આપી મુક્ત કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news