મહેસાણાની સિવિલમાં આવ્યું ગુજરાતમાં ક્યાંય ન હોય એવું ખાસ મશીન, ખાસિયત જાણી થશે આંખો પહોળી
આરોગ્ય વિભાગની સેવાઓ ગુણવત્તાયુક્ત બને તે માટે હાલમાં રાજ્ય સરકાર મથામણ કરી રહી છે. લોકોને આરોગ્યની સેવાઓ ત્વરીત ગતિએ સારી રીતે મળે તેવા પ્રયાસો હાલમાં કરવામાં આવે છે.
Trending Photos
તેજસ દવે, મહેસાણા : રાજ્યમાં સૌપ્રથમવાર પાયલેટ પ્રોજેક્ટમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટ મશીન મુકવામાં આવ્યું છે. આ મશીન હવામાંથી શુદ્ધ ઓક્સિજનનું ઉત્પાદન કરશે જેથી મહેસાણા સિવિલ હોસ્પિટલને ઓક્સિજન બોટલમાંથી છુટકારો મળશે અને આ મશીન મહેસાણા શહેર જ નહીં ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ મશીન જો ઉપયોગી નીવડે તો આવનારા સમયમાં એને સમગ્ર ગુજરાતમાં લગાવવામાં આવશે.
મહેસાણા સિવિલમાં ઓક્સિજન જનરેટ મશીન આરોગ્ય કમિશનર દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મશીન ૨૪ કલાક શુધ્ધ ઓક્સિજન બનાવવા માટે કટિબદ્ધ છે. તે સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાંથી શુદ્ધ ઓક્સિજન બનાવશે. આ ઓક્સિજનને પાઇપલાઇન મારફતે જે તે વોર્ડમાં જરૂરિયાત સમયે પહોંચતું કરવામાં આવનાર છે. આમ, સિવિલમાં દર્દીઓ માટે વાપરવામાં આવતી ઓક્સિજન બોટલથી પણ મહેસાણા સિવિલ ને છુટકારો મળશે અને આ મશીનથી ઓક્સિજન બોટલોની જાળવણમાંથી પણ છુટકારો મળશે અને આ કામમાં રોકાયેલા સ્ટાફને પણ દર્દીની સેવામાં લગાવી શકાશે મહેસાણા સિવિલમાં રાજ્યમાં પ્રથમવાર આ પ્રયોગ હાથ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગની સેવાઓ ગુણવત્તાયુક્ત બને તે માટે હાલમાં રાજ્ય સરકાર મથામણ કરી રહી છે. લોકોને આરોગ્યની સેવાઓ ત્વરીત ગતિએ સારી રીતે મળે તેવા પ્રયાસો હાલમાં કરવામાં આવે છે. આ મશીનની ખાસિયત એ છે કે તેમાં હવામાંથી 98% શુદ્ધ ઓક્સિજન મેળવી શકાય છે. એક અંદાજ મુજબ 25 લાખનો ખર્ચ રાજ્ય સરકારને આ મશીન માટે ભોગવવો પડશે જ્યારે આ સુવિધા થકી એક હોસ્પિટલ દર મહિને 25 હજાર રૂપિયા કરતા વધારે બચત કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે