અદભૂત દૃશ્ય! સાબરમતીમાં તૈયાર થયું ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ Video

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે. બુલેટ ટ્રેનનું કાર પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદના સાબરમતીમાં બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન તૈયાર થયું છે. જેનો વીડિયો રેલ મંત્રીએ શેર કર્યો છે. 

 અદભૂત દૃશ્ય! સાબરમતીમાં તૈયાર થયું ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન, જુઓ Video

અમદાવાદઃ ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન બનીને તૈયાર થઈ ગયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરૂવારે અમદાવાદના સાબરમતીના મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં બનેલા બુલેન ટ્રેન ટર્મિનલનો વીડિયો રિલીઝ કર્યો છે. અશ્વિની વૈષ્ણવ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બુલેટ ટ્રેન સ્ટેશન નિર્માણ દરમિયાન સાંસ્કૃતિક વારસાની સાથે આધુનિક વાસ્તુકલાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

સાબરમતીમાં બનેલા બુલેટ ટ્રેન સ્ટેશનમાં યાત્રીકોને સ્ટેટ-ઓફ-ધ આર્ટ આધુનિક સુવિધાઓ મળશે. પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ચાલવાની છે. તેને જાપાનની મદદથી તૈયાર કરવામાં આવી રહી છે. જાપાનથી નાણાકીય સહાયતાથી સાથે તકનીકી મદદ પણ મળી રહી છે. બુલેટ ટ્રેનથી અમદાવાદથી મુંબઈની યાત્રા માત્ર 2.07 કલાકમાં પૂરી કરી શકાશે. ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિમી પ્રતિ કલાક હશે. 

📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023

508km લાંબો હશે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 508km લાંબી રેલ લાઈનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે ડબલલાઇન સુરંગ અને સમુદ્રની નીચેથી પસાર થાય છે. આ પરિયોજના પર 1.08 લાખ કરોડનો ખર્ચ થવાનું અનુમાન છે. પરિયોજનાના ખર્ચના 81 ટકા જાપાન સોફ્ટ લોન દ્વારા 0.1% પ્રતિ વર્ષના દરથી મળશે. તેમાં 15 વર્ષનો ગ્રેસ પિરિયડ સહિત 50 વર્ષનો રિપેમેન્ટ સમયગાળો હશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news