2025 ની કેરીની સીઝન કેવી જશે, એક્સપર્ટસે અત્યારથી જ કરી દીધી ભવિષ્યવાણી
કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આંબાના બગીચા ધારકો દ્વારા પણ કેરી વહેલી આવશે તેવી આશા રાખી રહ્યા છે.
Trending Photos
Junagadh News અશોક બારોટ/જૂનાગઢ : કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આંબાના બગીચા ધારકો દ્વારા પણ કેરી વહેલી આવશે તેવી આશા રાખી રહ્યા છે.
જુનાગઢ એ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે. આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે. આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું છે ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે. આંબાના બગીચા ધરાવતા ઘણા વિસ્તારોમાં આંબામાં મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને હાલની વાતાવરણની પરિસ્થિતિ આવવા માટે ખૂબ જ લાભદાયક છે... જો આ જ પરિસ્થિતિ રહેતો આગામી સમયમાં ફળના બંધારણની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રહેશે તેવું જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના વડા ડીકે વરુએ જણાવ્યું.
બીજી તરફ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ભેસાણ અને સાસણ તાલાળા સહિતના આંબાના બગીચાઓમાં ખૂબ જ સારી રીતે મોર આવી ગયા છે અને આ વર્ષે બગીચા ધારકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ ડાળીમાં પાંચ પાંચ મોર આવ્યા છે અને ઘટાદાર મોર આવી જતા તેનું બંધારણ પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. ઘણા આંબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી આવી ચૂકી છે અને તેનું બંધારણ જો વાતાવરણ આવું જ રહ્યું તો ખૂબ જ સારું રહેશે અને તેનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતા 30 થી 35% જેટલું વધારે રહેશે તેવી આશા છે.
આમ આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો રહેશે અને ખેડૂતોને પણ તેનો લાભ મળશે અને સારું વળતર મળે તેવી સંભાવના હાલતો દેખાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે