WTC Points Table: મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ પોઈન્ટ્સ ટેબલમાં ભારે ઉથલ પાથલ, ફાઈનલમાં કેવી રીતે પહોંચશે ભારત?
મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં શરમજનક હાર બાદ ભારત માત્ર સિરીઝમાં પાછળ થઈ ગયું એટલું જ નહીં પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના સમીકરણોમાં ફેરફાર આવી ગયો છે. હવે પડકાર વધુ મોટો બની ગયો છે.
Trending Photos
રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ મેલબર્ન ખાતે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝની ચોથી અને બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં 184 રનથી હારનો સામનો કરવો પડ્યો. જેના કારણે ભારત માટે હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ની ફાઈનલમાં પહોંચવાની આશાઓને મોટો ઝટકો મળ્યો છે. આ જીતને કારણે ઓસ્ટ્રેલિયાએ હવે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી લીડ મેળવી છે. સિરીઝની અંતિમ મેચ હવે 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા પાસે સિરીઝને 2-2થી બરાબર કરવાની તક છે. પરંતુ WTC ફાઈનલનું હવે શું?
આ સ્થાને આવ્યું ભારત
મેલબર્નમાં મળેલી આ હારનો અર્થ એ છે કે ભારત હવે 55.89 પોઈન્ટ્સની ટકાવારી સાથે (PCT) ત્રીજા સ્થાન પર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પોઈન્ટ્સ ટેબલમાં સાઉથ આફ્રિકા પહેલા સ્થાને છે. તેણે પાકિસ્તાનને 2 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધુ છે. ઓસ્ટ્રેલિયા 58.89 PCT સાથે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ ચોથા અને શ્રીલંકા પાંચમા સ્થાને છે.
હવે ભારતે શું કરવું પડશે
WTC ફાઈનલ માટે ક્વોલિફાય કરવા ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદધ પોતાની છેલ્લી મેચ જીતવી પડશે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ એ પણ પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકામાં બે ટેસ્ટ મેચી સિરીઝમાંથી એક પણ મેચ ન જીતે.
મેચમાં શું થયું
ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 340 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારત બીજી ઈનિંગમાં 79.1 ઓવરમાં 155 રન પર સમેટાઈ ગયું. કાંગારુઓની ટીમે પહેલી ઈનિંગમાં 474 રન કર્યા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 369 રન કર્યા તો ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી. પેટ કમિન્સની ટીમે બીજી ઈનિંગમાં 234 રન કરીને ભારત સામે 340 રનનો ટાર્ગેટ મૂક્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે