દુનિયાના પાંચમા સૌથી મોટા દેશે ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વિઝા વગર મળશે પ્રવેશ

ગુરૂવારે આ અંગેની જાહેરાત કરતા બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ જણાવ્યું કે, 'ભારત અને ચીનના પ્રવાસીઓ અને બિઝનેસ પર્સને હવે વિઝા લેવાની જરૂર રહેશે નહીં.' અગાઉ બ્રાઝીલ અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નાગિરકો માટે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી ચુક્યું છે.

દુનિયાના પાંચમા સૌથી મોટા દેશે ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વિઝા વગર મળશે પ્રવેશ

સાઉ પોલોઃ દુનિયાના પાંચમા સૌથી મોટા દેશ દ્વારા ભારતીયો માટે દરવાજા ખોલવામાં આવ્યા છે. દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝીલ દ્વારા ભારતીય માટે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી દેવામાં આવી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ ચીનના પ્રવાસ દરમિયાન આ જાહેરાત કરી છે. ભારત ઉપરાંત ચીનના નાગરિકો માટે પણ બ્રાઝીલે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી છે. 

ગુરૂવારે આ અંગેની જાહેરાત કરતા બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ જણાવ્યું કે, 'ભારત અને ચીનના પ્રવાસીઓ અને બિઝનેસ પર્સને હવે વિઝા લેવાની જરૂર રહેશે નહીં.'

બ્રાઝીલનો વિઝિટર્સ વિઝા તૈયાર થવામાં અત્યારે 10-15 દિવસ લાગે છે અને વર્ક વિઝા 7થી 10 દિવસમાં બની જાય છે. જોકે, નવા વિઝા નિયમોનો ફાયદો ત્યારે જ મળશે જ્યારે તમારો પાસપોર્ટ 6 મહિના જુનો હોય. 

ઉલ્લેખનીય છે કે, બોલસોનારો ચાલુ વર્ષે જ સત્તામાં આવ્યા છે. સત્તામાં આવતાંની સાથે જ તેમણે અનેક વિકસિત દેશો માટે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. જોકે, ભારત વિશ્વનો પ્રથમ વિકાસશીલ દેશ છે, જેને બ્રાઝીલે આ સુવિધા આપી છે. અગાઉ બ્રાઝીલ અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના નાગિરકો માટે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી ચુક્યું છે. જોકે, આ દેશોએ બ્રાઝીલના નાગરિકો માટે વિઝાની અનિવાર્યતા સમાપ્ત કરી નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news