રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે.

રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

ગાંધીનગરઃ રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયુ છે.
 
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવુંએ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.

આ પણ વાંચોઃ વડોદરાની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરી ન્યુડ ફોટા વાયરલ કરવાના કેસમાં નવો વળાંક, કુખ્યાત બુટલેગરનું નામ જોડાયું 
 
રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કર્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢીઓની તપાસ કરી દંડ વસુલાત કરવામાં આવતી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news