વડોદરાની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરી ન્યુડ ફોટા વાયરલ કરવાના કેસમાં નવો વળાંક, કુખ્યાત બુટલેગરનું નામ જોડાયું
વડોદરામાં યુવતીએ સીએ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સામે કરેલા રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. રેપ કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ગોત્રી PI ને પત્ર લખી અરજી કરી છે. જેમાં તેમણે આરોપ કર્યો છે કે આરોપીઓએ બદનામ કરીને પૈસા પડાવવા માટે બુટલેગર અલ્પુ સિંધીએ ષડયંત્ર કર્યું છે. બુટલેગર અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા છે. સાથે જ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અલ્પુ સિંધીએ જ યુવતીને ખોટી ફરિયાદ કરવા માટે દબાણ કર્યું છે. યુવતીના બેંક ખાતામાંથી લાખોની શંકાસ્પદ એન્ટ્રી મળી આવતા કેસ પર અનેક સવાલો ઉઠ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં યુવતીએ સીએ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સામે કરેલા રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. રેપ કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ગોત્રી PI ને પત્ર લખી અરજી કરી છે. જેમાં તેમણે આરોપ કર્યો છે કે આરોપીઓએ બદનામ કરીને પૈસા પડાવવા માટે બુટલેગર અલ્પુ સિંધીએ ષડયંત્ર કર્યું છે. બુટલેગર અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યા છે. સાથે જ એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અલ્પુ સિંધીએ જ યુવતીને ખોટી ફરિયાદ કરવા માટે દબાણ કર્યું છે. યુવતીના બેંક ખાતામાંથી લાખોની શંકાસ્પદ એન્ટ્રી મળી આવતા કેસ પર અનેક સવાલો ઉઠ્યા છે.
24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી બનાવમાં બંને આરોપી અશોક જૈન તેમજ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ (રહે, નિઝામપુરા) ઝડપી લેવા પોલીસે બુધવારે પણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડયા હતા પણ બંને મળી આવ્યા ન હતા. પરંતુ રેપ કેસનો આરોપી અશોક જૈન હાલ દિગ્ગજ નેતાઓને પત્ર લખીને પોતાની નિર્દોષી સાબિત કરી રહ્યો છે. હવે આ સમગ્ર કેસમાં બુટલેગર અલ્પુ સિંધીનું નામ જોડાયું છે, જે યુવતીનો બોયફ્રેન્ડ હોવાનું સામે આવ્યુ છે.
પત્રમાં અશોક જૈને જણાવ્યું કે, યુવતી પાંચ મહિના પહેલા એક મિત્રના ઓળખથી મારી ઓફિસમાં આવી હતી. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જે રાજુ ભટ્ટનું નામનો ઉલ્લેખ કર્યો છે, તેને હુ ઓળખતો નથી. યુવતીએ ભાડે ફ્લેટ લીધાની જે વિગતો આપી છે તે ખોટી છે. યુવતીના ફ્લેટ પર અલ્પુ સિંધી વારંવાર આવતો હતો. યુવતી દિલ્હી ગયા બાદ અલ્પુ સિંધીએ તેમને મોબાઇલમાં ફોટા મોકલ્યા હતા જેમાં તેઓ યુવતીની બાજુમાં બેઠેલા હોવાનું જણાતુ હતું. અલ્પુ સિંધી દ્વારા મોકલેલા મેસેજમાં તેઓ કહે તે રીતે તમારે કરવું પડશે નહીંતર તે બળાત્કારના કેસમાં ફસાવી દેશે તેમ જણાવ્યું હતું.
સમગ્ર બનાવમાં નામચીન બુટલેગર અલ્પુ સિંધીનું નામ બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે જણાવ્યું હતું કે અલ્પુ સિંધી વારસીયા પોલીસમાં નોંધાયેલા ગુના સહિત 2 ગુનામાં વોન્ટેડ છે જેથી તેની શોધખોળ કરાઇ રહી છે. સમગ્ર મામલામાં તેની ભુમિકાની પણ તપાસ કરાઇ રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રાજુ ભટ્ટને પાવાગઢ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી પદથી હટાવાયા
તો બીજી તરફ, રાજુ ભટ્ટની આ કેસમાં સંડોવણીથી પાવાગઢ મંદિર ટ્રસ્ટનું નામ પણ ચર્ચામાં આવ્યુ છે. આ મામલે પાવાગઢ મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું કે, દુષ્કર્મની ફરિયાદ બાદ પાવાગઢ મંદિરના સેક્રેટરી પદથી રાજુ ભટ્ટ સ્વયં દૂર થયા છે. મંદિરના ટ્રસ્ટી સેક્રેટરી રાજુ ભટ્ટે સેક્રેટરી પદેથી અલિપ્ત રહેવા પત્ર લખ્યો હતો. પાવાગઢ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી તરીકે રાજુ ભટ્ટના સ્થાને અન્ય ટ્રસ્ટીની નિમણૂંક કરાઈ છે. આજે હાલોલ ખાતે ટ્રસ્ટી મંડળની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વડોદરા યુવતી પર દુષ્કર્મનો મુદ્દો પણ ચર્ચા સ્થાને રહ્યો હતો. સાથે જ પાવાગઢમાં આગામી નવરાત્રિના આયોજનને લઈને પણ બેઠક મળી હતી. રાજુ ભટ્ટ પર યુવતી પર દુષ્કર્મની ફરિયાદ થયા બાદ તેમણે ટ્રસ્ટને પત્ર લખ્યો હતો. જોકે, બીજી તરફ રાજુ ભટ્ટને ટ્રસ્ટી તરીકે ચાલુ રાખવા કે કેમ તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે