હવે અમદાવાદમાં હોટલ-રેસ્ટોરન્ટમાં જવા માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત, એસોસિએશને લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. હવે વેક્સિન સર્ટિફિકેટ વગર કોઈ વ્યક્તિને હોટલ-રેસ્ટોરન્ટમાં પ્રવેશ મળશે નહીં. 

Updated By: Sep 23, 2021, 05:43 PM IST
હવે અમદાવાદમાં હોટલ-રેસ્ટોરન્ટમાં જવા માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાત, એસોસિએશને લીધો મહત્વનો નિર્ણય

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો બીજીતરફ કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. લોકોને રસી લેવા માટે સરકાર સતત પ્રોત્સાહિત કરી રહી છે. અમદાવાદમાં પણ મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ હજુ અનેક લોકો એવા છે જેણે રસી લીધી નથી. તો અમદાવાદમાં 20 સપ્ટેમ્બરથી વેક્સિન સર્ટિફિકેટ ન હોય તેવા વ્યક્તિઓને એએમટીએસ, બીઆરટીએસ, ગાર્ડન જેવા જાહેર સ્થળો પર પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. હવે અમદાવાદમાં વેક્સિન સર્ટિફિકેટ વગર હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ પ્રવેશ મળશે નહીં.

વેક્સિન સર્ટિફિકેટ વગર હોટલ-રેસ્ટોરન્ટમાં નો-એન્ટ્રી
કોરોના સંક્રમણ અટકાવવા અને લોકો વેક્સિન લે તે માટે અમદાવાદ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જે લોકો પાસે વેક્સિન સર્ટિફિકેટ હશે નહીં તેને અમદાવાદ શહેરમાં આવેલા કોઈપણ રેસ્ટોરન્ટ કે હોટલમાં પ્રવેશ મળશે નહીં. કોઈપણ હોટલ-રેસ્ટોરન્ટમાં જમવા જવા માટે દરેક લોકોએ ફરજીયાત વેક્સિન સર્ટિફિકેટ દેખાડવાનું રહેશે. 

AMC એ પણ લીધો છે મહત્વનો નિર્ણય
ક્સીન નહીં લેનારા લોકો પર ગાળીયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા કડક નિર્ણયો લેવામાં આવ્યો છે. એએમસી (AMC) દ્વારા આજથી શહરમાં "નો વેકસીન નો એન્ટ્રી" (No Vaccine No Entry) નો અમલ કરવામાં આવ્યો છે. AMC ની તમામ ઓફિસ એને AMTS-BRTS સહિત વિવિધ સ્થળે ચેકીંગ કરાશે.

જેના અંતર્ગત AMTS કે BRTS બસની સુવિધાનો લાભ લેવા માટે પણ વેક્સીનેશન (Vaccination) ફરજીયાત કરાયું છે. કોર્પોરેશન દ્વારા સંચાલિક કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીવી સિવિક સેન્ટર સહિત કોર્પોરેશનની કોઇ પણ સુવિધાનો લાભ લેવા માટે ફરજીયાત વેક્સિનેશન કરાવવું પડશે. AMC ની કોઇ પણ બિલ્ડિંગમાં પ્રવેશ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. રસીકરણ થયાનું સર્ટિફિકેટ ડિજિટલી રજુ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube