successful surgery

Ahmedabad Civilમાં સફળ સર્જરી, 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ, બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી- ફેફસા વચ્ચે ફસાયા...

2 વર્ષની બાળકી રમકડા સાથે રમતી વખતે LED બલ્બ ગળી ગઇ, જે શ્વાસનળી સુધી પહોંચી હતી. LED બલ્બના ઇલેક્ટ્રોડ્સના બંને છેડામાંથી એક છેડો જમણી બાજુના ફેફસામાં જ્યારે અન્ય છેડો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Dec 14, 2021, 03:06 PM IST

અમદાવાદમાં આવેલા GCRIમાં થઈ ભારતની અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી.ના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી

ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7  સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે જીસીઆરઆઇમાં જેની સર્જરી થઈ છે તે ટ્યુમરનું કદ 10 x 10 સેન્ટિમિટરનું છે. નાના ચણાં જેવડી ગાંઠ ધીરે-ધીરે વધીને 10 સેન્ટિમિટરની થઈ, શરીરમાં હિમોગ્લોબિન ઘટી જવાથી દર્દી બોલે, ચાવે કે બાયોપ્સી લેવામાં આવે ત્યારે મોઢામાંથી સતત રક્તસ્ત્રાવ થતો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ)માં ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી. કદના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી કરાઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરના નોંધાયેલા કેસમાં ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7  સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે જીસીઆરઆઇમાં જે ટ્યુમરની સર્જરી થઈ છે તે ટ્યુમરનું કદ 10 x 10 સેન્ટિમિટરનું છે. આમ આ અત્યાર સુધીનું સૌથી મોટું જડબાનું બ્રાઉન ટ્યુમર છે. 

Oct 5, 2021, 05:22 PM IST

સડીને કીડા પડી ગયા, તીવ્ર ગંધ મારે તેવા ચહેરાની ગુજરાતમાં પહેલીવાર સર્જરી કરાઈ

વ્યસનીઓનુ વ્યસન જલ્દી છૂટતુ નથી. કોઈ પણ પ્રકારનું વ્યસન માણસ માટે જોખમી હોય છે. તેનાથી કેન્સર (cancer) થવાની શક્યતાઓ વધી જાય છે. વડોદરાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તમાકુના વ્યસનીના મોઢામાં કીડા પડી ગયા હતા. આંખ સિવાયનો તેમના ચહેરાનો મોટાભાગનો કિસ્સો કહોવાઈ ગયો હતો. ત્યારે તમાકુના બંધાણીઓ માટે આ ચેતી જવા જેવો કિસ્સો છે. આવા કિસ્સામાં તબીબોએ દર્દીને નવો ચહેરો આપીને રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાતની આ સંભવત પ્રથમ સર્જરી બની છે.

Sep 22, 2021, 11:03 AM IST

જન્મના બીજા જ દિવસે કોરોના સંક્રમિત બાળકી પર જટિલ સર્જરી કરી તબીબોએ બચાવી લીધી

  • અઢી કિલોનું વજન ધરાવતી કોવિડ-૧૯ પોઝિટિવ બાળકી ઉપર "ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્યુલા" ની સફળ સર્જરી થઈ
  • શ્રમિક પરિવારની આ બાળકીને ટ્રેકિઓ-ઇસોફૅગલ ફિસ્ટુલાની દર ૫,૦૦૦ બાળકે જોવા મળતી સમસ્યા હતી

May 7, 2021, 01:01 PM IST