ફટાફટ આ કામ કરી લેજો! પુષ્ય નક્ષત્રનો બની રહ્યો છે દુર્લભ સંયોગ; આવો સંયોગ છેલ્લા 400 વર્ષમાં બન્યો નથી

તમામ નક્ષત્રોમાં પુષ્યને રાજાનો દરજ્જો મળ્યો છે. તેનો સ્વામી શનિ છે અને તેના દેવતા ગુરુ છે, તેથી પુષ્ય નક્ષત્ર ખાસ કરીને આ ગ્રહોથી પ્રભાવિત છે. શનિને સ્થિરતાનો સ્વામી માનવામાં આવે છે.

ફટાફટ આ કામ કરી લેજો! પુષ્ય નક્ષત્રનો બની રહ્યો છે દુર્લભ સંયોગ; આવો સંયોગ છેલ્લા 400 વર્ષમાં બન્યો નથી

ઝી બ્યુરો/અમદાવાદ: દિવાળીના એક અઠવાડિયા પહેલા એટલે કે 4 નવેમ્બર અને 5 નવેમ્બરે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. દુર્લભ એટલા માટે કારણ કે બંને દિવસે 8 શુભ યોગ છે. જ્યોતિષીઓનું માનવું છે કે શનિ અને રવિ પુષ્ય સાથે અષ્ટ મહાયોગનો આવો દુર્લભ સંયોજન છેલ્લા 400 વર્ષમાં બન્યો નથી. ત્યારે શનિવારથી સોનાની ખરીદી કરવામાં ભીડ જોવા મળી રહી છે.

તમામ નક્ષત્રોમાં પુષ્યને રાજાનો દરજ્જો મળ્યો છે. તેનો સ્વામી શનિ છે અને તેના દેવતા ગુરુ છે, તેથી પુષ્ય નક્ષત્ર ખાસ કરીને આ ગ્રહોથી પ્રભાવિત છે. શનિને સ્થિરતાનો સ્વામી માનવામાં આવે છે. જ્યારે ગુરુ જ્ઞાન અને સંપત્તિનો કારક છે. આ બંને દિવસોમાં તમને રિયલ એસ્ટેટમાં રોકાણ, નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા, વાહનો, ઘરેણાં, કપડાં અને અન્ય વસ્તુઓ ખરીદવાથી નવીનીકરણીય લાભો મળે છે. તેમજ ઘરગથ્થુ અને ઓફિસ ઉપયોગ માટેની વસ્તુઓ ખરીદવી પણ શુભ રહેશે. પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાથી શુભ અને સ્થિરતા મળે છે. જેના ભાગ રૂપે સુરતની બજારો તેમજ જવેલસોમાં સોના ચાંદીની ખરીદી માટે ભીડ જોવા મળી છે.

મહત્વની વાત એ છે દિવાળી તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શનિ અને રવિવાર ખરીદી કરવા માટે શુભ દિવસ હોવાથી સુરતીઓ ખરીદી કરવા માટે વહેલી સવારથી બજારો તેમજ જ્વેલર્સમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news