સુરતમાં દુષ્કર્મ પીડિતાનું અજીબોગરીબ નિવેદન, કહ્યું, 'હું જ એના પાસે ગઈ હતી...’
સુરત કોર્ટના વિચિત્ર કિસ્સામાં દુષ્કર્મ પીડિતાએ જ આરોપીને બચાવવા માટે ગુહાર લગાવી છે અને કહ્યું કે આરોપીને જામીન આપી દો, મારી જ ભૂલ હતી કે હું તેના પાસે ગઈ હતી. આ સાંભળીને તમામ લોકોને ગુસ્સો આવશે.
Trending Photos
ઝી ન્યૂઝ/સુરત: રાજ્યમાં દુષ્કર્મના અનેક કિસ્સાઓ નોંધાય છે. જેમાં મોટા ભાગે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ આજે સુરતમાં એક વિચિત્ર કિસ્સાએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સુરત કોર્ટના વિચિત્ર કિસ્સામાં દુષ્કર્મ પીડિતાએ જ આરોપીને બચાવવા માટે ગુહાર લગાવી છે અને કહ્યું કે આરોપીને જામીન આપી દો, મારી જ ભૂલ હતી કે હું તેના પાસે ગઈ હતી. આ સાંભળીને તમામ લોકોને ગુસ્સો આવશે. પરંતુ આ હકીકત છે. હવે કોર્ટમાં પીડિતાએ આવું નિવેદન કયા કારણોસર આપ્યું તે જાણી શકાયું નથી.
આ ઘટના વિશે મળતી પ્રમાણે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં એક બળાત્કારનો કેસ નોધાયો હતો. જેમાં પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પણ લીધો અને કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારબાદ આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી કરવામાં આવી હતી. એક બાજુ પીડિતા તરફથી સરકારી વકીલે જામીન નામંજૂર થાય તેવી દલીલો કરી હતી, તો આરોપી તરફથી વકીલે જામીન મંજૂર કરવાની દલીલ કરી હતી. તે દરમિયાન પીડિતાએ જાતે કોર્ટમાં આરોપીને જામીન આપવા માટે જણાવ્યું હતું. પીડિતા કોર્ટને જણાવ્યુ કે, આ કામના અરજદારને જામીન મુકત કરવો જોઇએ. તેની સાથે હું ગઇ હોવાથી મારી પણ ભૂલ છે. કોર્ટમાં પીડિતાની દલીલ સાંભળીને આશ્ચર્ય થયું હતું.
આખરે આરોપીના વકીલ અને પીડિતા દ્વારા કહેવામાં આવતા કોર્ટે જામીન મંજૂર કર્યા હતા અને કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી તરફે આરોપીના જામીન નામંજૂર કરવા માટે રજૂ કરેલાં કારણો પૂરતા નથી.
જાણો શું હતો કેસ?
સુરતના કતારગામ પોલીસમાં હીરા ઘસવાનું કામ કરતા આરોપી સામે એક 17 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરવાનો ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદીના આધારે આરોપી વિરુદ્ધ કલમ 363,366 અને 376(2)(એન)ઉપરાંત પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે