છેતરાતા નહીં! પોલીસ તરીકે ખોટી ઓળખ આપી ફ્રોડ કરતી ગેંગની ધરપકડ, જાણો કેવી રીતે કરતા છેતરપિંડી?
સાયબર પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી 8 લાખ ફ્રીઝ પણ કરાવ્યા છે, કુલ 14 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફ્રોડ કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ લોકોની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય આરોપીઓ પોલીસની ખોટી ઓળખ આપીને લોકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. કુલ 14 લાખ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. સાયબર પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી 8 લાખ ફ્રીઝ પણ કરાવ્યા છે.
ફરિયાદીને એક મોબાઈલ નંબર ઉપરથી ફેડેક્સ કુરિયર કંપનીમાંથી વ્હોટ્સએપમાં એક ફેક મેસેજ મોકલનાર અને મોબાઈલ નંબર ઉપરથી એક વીડિયો કોલ કરી પોલીસ યુનિફોર્મમાં પાછળ ભાગે ગોરેગાંવ પોલીસ સ્ટેશનનું બોર્ડ દેખાતું હોય તે રીતે વાતો કરનાર અને અન્ય એક મોબાઈલ નંબર ઉપરથી પોલીસ તરીકેની ઓળખ આપી વાતચીત કરનાર લોકોની છેતરપિંડી મામલે સુરત સાયબર ક્રાઇમએ ધરપકડ કરી છે.
આ ત્રણે આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફેડેક્સ કુરિયર કંપનીમાંથી તમારા નામથી કેનેડા ખાતેથી પાર્સલ મોકલવામાં આવેલ છે તે જણાવી ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ લઈ લીધો અને યાદીને જણાવવામાં આવ્યું હતું કે જે ડોક્યુમેન્ટસ તેઓએ આપ્યું છે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઠગાઈ કરનાર ફરિયાદીને જણાવતા કે સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ અને ઇન્કમટેક્સ વિભાગના અલગ અલગ કેસો તમારી ઉપર બનશે. તેમાંથી બચવા માટે કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા પડશે. જામીન મેળવવા માટે વકીલની ફી અને ડિપાર્ટમેન્ટથી બચવા માટે અલગ અલગ નાણા જમા કરાવવાનું કહેતા.
આમ ટુકડે ટુકડે 14.76 લાખ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરાવ્યા હતા. આ અંગે ફરિયાદીએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત સાઇબર ક્રાઇમ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી.સાયબર પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી 8 લાખ ફ્રીઝ પણ કરાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે