ગુજરાતને વધુ એક ગોલ્ડ, ટેબલ ટેનિસ મેન્સ સિંગલમાં હરમીત દેસાઈની ભવ્ય જીત
National Games: મહત્વનું છે કે, ગુજરાતને ત્રણ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી હતી. જેમાં મેન્સ સિંગલ, મિક્સ ડબલ અને ટીમ ઇવેન્ટમાં ગુજરાતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.
Trending Photos
National Games: સુરત ખાતે નેશનલ ગેમ્સ ચાલી રહી છે. આ ઈવેન્ટમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા આવ્યા છે. આ દરમિયાન ગુજરાત માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટેબલ ટેનિસ મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં હરમીત દેસાઈની જીત થઈ છે. હરમીતે હરિયાણાના સૌમ્યજીત ઘોષને 4-0 થી હરાવ્યો છે. આ સાથે જ ઘર આંગણે બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
મહત્વનું છે કે, ગુજરાતને ત્રણ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી હતી. જેમાં મેન્સ સિંગલ, મિક્સ ડબલ અને ટીમ ઇવેન્ટમાં ગુજરાતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.
હરમીત દેસાઈએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ શું કહ્યું?
નેશનલ ગેમ્સમાં સુરતના હરમીત દેસાઈનું અદભુત પ્રદર્શન; મેન્સ સિંગલ્સ ટેબલ ટેનિસની ફાઈનલમાં જીત્યો ગોલ્ડ મેડલ#NationalGames2022 #NationalGames #Gujarat pic.twitter.com/tFko4QCruG
— Zee 24 Kalak (@Zee24Kalak) September 24, 2022
નેશનલ ગેમ્સ ટુર્નામેન્ટમાં ગુજરાતને ફાળે 3 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ આવ્યા છે. મેન્સ સિંગલ્સ ફાઇનલમાં હરમીત દેસાઈએ ગોલ્ડ પર કબ્જો કર્યો જ્યારે મિક્સ ડબલ્સમાં પણ ગુજરાતે ગોલ્ડ મળ્યો છે. મેન્સ સિંગલ્સમાં માનુષ શાહને બ્રોન્ઝ મળ્યો હતો જ્યારે મેન્સ ડબલ્સમાં ગુજરાતને બ્રોન્ઝ મળ્યો હતો, આ સાથે જ લોકોમાં ખુશીનું મોજુ જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, હરમીત દેસાઈ સુરતમાં રહે છે. હરમીતે હોમ ગ્રાઉન્ડમાં જ કમાલ કરી બતાવી છે. આજે સમાપન સમારોહમાં રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે તમામ વિજેતાઓને મેડલ એનાયત કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે