25 વેપારીને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, 350 કિલોથી વધુ કેરીનો નાશ

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વહેલી સવારે સરદાર માર્કેટમાં દરોડા પાડી 30 કિલો કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો હતો અને 350થી વધુ અખાર્ધ કેરીના જથ્થાનો નાશ કર્યો હતો.

25 વેપારીને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, 350 કિલોથી વધુ કેરીનો નાશ

ચેતન પટેલ, સુરત: ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વહેલી સવારે સરદાર માર્કેટમાં દરોડા પાડી 30 કિલો કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો હતો અને 350થી વધુ અખાર્ધ કેરીના જથ્થાનો નાશ કર્યો હતો.

ઉનાળાની સિઝન આવતાની સાથે જ કેરીના રસીયાઓ કેરીની ખરીદી કરતા હોય છે. જો કે, સિઝનની શરૂઆતમાં કેરીને પકવતા એક અઠવાડીયા જેટલો સમય જતો હયો છે. પરંતુ વેપારીઓ દ્વારા કેરી વહેલી પકવવા માટે જાતજાતના અખતરાઓ અજમાવતા હોય છે. વેપારીઓ દ્વારા કાર્બાઇડથી કેરી પકવવામાં આવતી હોય છે. આ કેરી લોકોના  સ્વાસ્થ માટે ખુબજ હાનિકારક હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરદાર માર્કેટના જુદા જુદા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા.

અંદાજિત 20 જેટલા ફૂડ ઇન્સપેક્ટરો આ દરોડામાં જોડાયા હતા. ટીમો દ્વારા 25 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડી 30 કિલોથી વધુ કાર્બાઇડનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત 350 કિલોથી વધુ અખાર્ધ કેરીનો જથ્થો મળી આવ્યો હતો. કેરીનો અખાર્ધ જથ્થો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાશ કરી દેવાયો હતો કે જેથી કોઇ ફરીવાર તેનો ઉપયોગ ન કરી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news