ફેક ન્યૂઝ પર લાગશે પ્રતિબંધ, WhatsApp એ લોન્ચ કર્યું 'ચેકપોઇન્ટ ટિપલાઇન'
Trending Photos
નવી દિલ્હી: દેશમાં ચૂંટણી પહેલાં ફેક ન્યૂઝને અટકાવવા માટ વોટ્સઅપે (WhatsApp) એ મંગળવારે 'ચેકપોઇન્ટ ટિપલાઇન' લોન્ચ કરી. તેના માધ્યમથી લોકો તેમને મળનાર જાણકારીની પ્રમાણિકતા તપાસી શકે છે. વોટ્સઅપ પર માહિલી હક ધરાવનાર ફેસબુકે એક નિવેદનમાં કહ્યું કે ''આ સેવાને ભારતના એક મીડિયા કૌશલ સ્ટાર્ટઅપ 'પ્રોટો'એ લોન્ચ કરી છે. આ ટિપલાઇન ખોટી જાણકારીઓ તથા અફવાઓના ડેટાબેસ તૈયાર કરવામાં મદદ કરશે. તેનાથી ચૂંટણી દરમિયાન 'ચેકપોઇન્ટ' માટે આ જાણકારીઓનું અધ્યન કરી શકાશે. ચેકપોઇન્ટ એક રિસર્ચ પ્રોજેક્ટ તરીકે ચાલુ કરવામાં આવી છે જેમાં વોટ્સઅપ દ્વારા ટેક્નિકલ મદદ આપવામાં આવી રહી છે.
કંપનીએ કહ્યું કે દેશમાં લોકો તેમને મળનારી જાણકારીઓ અથવા અફવાઓ વોટ્સઅપના +91-9643-000-888 નંબર પર ચેકપોઇન્ટ ટિપલાઇનને મોકલી શકે છે. એકવાર જ્યારે ઉપયોક્તા ટિપલાઇનને આ સૂચના મોકલશે ત્યારે પ્રોટો પોતાના પ્રમાણપત્ર કેન્દ્ર પર જાણકારીને સાચી છે કે ખોટી હોવાની પુષ્ટિ કરી યૂઝર્સને સૂચિત કરી દેશે.
આ પુષ્ટિથી યૂજર્સને ખબર પડી જશે કે તેને મળેલો સંદેશ ખોટો, ભ્રામક અથવા વિવાદિતમાંથી શું છે. પ્રોટોનું પ્રમાણપત્ર કેન્દ્ર ફોટા, વીડિયો અને લેખિત સંદેશની પુષ્ટિ કરવામાં સક્ષમ છે. આ અંગ્રેજીની સાથે હિંદી, તેલૂગુ, બાંગ્લા અને મલયાલમ ભાષાના સંદેશોની પુષ્ટિ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે